Biblia Todo Logo
Online Bible

- Advertisements -




૧ શમુએલ 26:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એ જાણીને શાઉલ ઇઝરાયલના ત્રણ હજાર પસંદ કરાયેલા માણસોને પોતાની સાથે લઈને દાઉદની શોધમાં ઝીફના અરણ્યમાં ઊતરી પડયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એ સાંભળીને શાઉલ ઊઠ્યો, ને ઇઝરાયલના ત્રણ હજાર ચૂંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને દાઉદની શોધ કરવાને ઝીફના રાનમાં ઊતરી પડ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 એ સાંભળીને શાઉલ તરત જ ઇઝરાયલમાંથી ત્રણ હજાર ચુનંદા યોદ્ધાઓ લઈને દાવિદને શોધવા ઝીફના વેરાનપ્રદેશમાં ગયો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 એ સાંભળીને શાઉલ ઊઠયો, ઇસ્રાએલના 3,000 ચૂંટી કાઢેલા માંણસોને પોતાની સાથે લઈને તે ઝીફના રાનમાં દાઉદની શોધ કરવાને પહોંચી ગયો.

See the chapter Copy




૧ શમુએલ 26:2
7 Cross References  

જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે. જેઓ મને ઉપદ્રવ કરવા પ્રયાસ કરે છે તેઓ હાનિકારક વાતો બોલે છે અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.


તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.


તેણે દાઉદને કહ્યું, “મારા કરતાં તું વધારે ન્યાયી છે. કેમ કે તેં મને સારો બદલો આપ્યો છે, પણ મેં તારા પ્રત્યે ખરાબ વર્તન રાખ્યું છે.


પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.


તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.


Follow us:

Advertisements


Advertisements