૧ શમુએલ 10:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી તું ત્યાંથી આગળ ચાલતાં તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે, ત્યાં એક જણ બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકી જતો, એક જણ ત્રણ રોટલી ઊંચકી જતો, ને એક જણ દ્રાક્ષારસની કૂંડી ઊંચકી જતો, એવા ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 ત્યાંથી તું આગળ તાબોરના પવિત્ર એલોનવૃક્ષ સુધી જઈશ અને ત્યાં તને બેથેલમાં ઈશ્વરને અર્પણ ચઢાવવા જતા ત્રણ માણસો મળશે. એમાંના એકની પાસે બકરીના ત્રણ બચ્ચાં, બીજાની પાસે ત્રણ રોટલી અને ત્રીજાની પાસે દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક હશે. See the chapterપવિત્ર બાઈબલ3 શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે. See the chapter |