Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 પિતર 1:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે વિનાશી બીજથી નહિ, પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે, તમને નવું જીવન આપવામાં આવ્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 વિનાશી નહિ, પણ ઈશ્વરના જીવંત અને સાર્વકાલિક વચનરૂપી બીજ વડે તમને નવો જન્મ આપવામાં આવ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે.

See the chapter Copy




1 પિતર 1:23
18 Cross References  

જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.


જો તેઓના શબનો કોઈ ભાગ કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે બિયારણ શુદ્ધ છે.


જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.


આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.


હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે.


તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.


તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.


ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’”


ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.


જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.


તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.


કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.


તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.


પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,


દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.


આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.


Follow us:

Advertisements


Advertisements