ફિલિપ્પીઓ 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 મારા વિશ્વાસુ સાથી, મારે તને પણ વિનંતી કરવાની કે આ બંને સ્ત્રીઓને તું મદદ કરજે. કારણ, મારી સાથે તેમજ કલેમેન્ટ અને બીજા સર્વ સહકાર્યકરો, જેમનાં નામ ઈશ્વરે રાખેલા જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેમની સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેમણે સખત પરિશ્રમ કર્યો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે. See the chapterપવિત્ર બાઈબલ3 અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમા તેઓનાં નામ લખાઈ ચુક્યાં છે. See the chapter |