Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માટે આપણામાંના જેટલા પૂર્ણ છે, તેટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી; અને જો કોઈ બાબત વિષે તમને જુદી મનોવૃત્તિ હોય, તો ઈશ્વર એ પણ તમને પ્રગટ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 આપણે સૌ જેઓ આત્મિક રીતે દૃઢ છીએ તેમણે આવું જ વલણ રાખવું જોઈએ. જો કે તમારામાંના કેટલાકનું વલણ જુદું હોય તો ઈશ્વર તેને સ્પષ્ટ કરશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 3:15
21 Cross References  

ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ.


એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો.


માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”


પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.


જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, એ ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.


હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણે શક્તિમાનોની ફરજ છે.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ;


તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે બીજા મતના નહિ થશો; પણ તમને ગૂંચવણમાં નાખનાર જે કોઈ હશે તે શિક્ષા પામશે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાને વિષેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે.


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.


પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી, કેમ કે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને ઈશ્વરથી શીખેલા છો.


જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.


પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઈંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે.


પણ જે કોઈ તેમનું વચન પાળે છે, તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે, તેમનામાં છીએ.


Follow us:

Advertisements


Advertisements