Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે તે મરણતોલ માંદો હતો ખરો, પણ ઈશ્વરે તેના પર દયા કરી, માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક પર શોક ન થાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 ખરેખર તે મરણતોલ માંદો હતો, પણ ઈશ્વરે તેના પર દયા કરી. માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ; એ માટે કે મને વધુ શોક ન થાય.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

27 તે માંદો હતો અને મરણની નજીક હતો. પરંતુ દેવે તેને અને મને મદદ કરી, કે જેથી મને વધુ શોક્નું કારણ ન મળે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:27
23 Cross References  

તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ’તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે, ને જીવશે નહિ.’”


છ સંકટોમાંથી તે તને ઉગારશે; હા, સાતમાંથી તને કંઈ હાનિ થશે નહિ.


ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.


તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.


જુઓ, [મારી] શાંતિને અર્થે મને અતિ શોક થયો હતો; અને તમે પ્રેમથી મારો જીવ વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


હે યહોવા, માત્ર ન્યાયની રૂએ મને શિક્ષા કરો; ક્રોધથી નહિ, રખેને તમે મને નાબૂદ કરો.


તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’


“મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.


હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો.


તે સમયે તે માંદી પડીને ગુજરી ગઈ. અને તેઓએ તેને નવડાવીને મેડી પર સુવાડી.


માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.


ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.


કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.


તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ, અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો.


કેમ કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો, અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને [તેણે] પોતાનો જીવ જોખમમાં નાખ્યો.


Follow us:

Advertisements


Advertisements