Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો મોકલેલો તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર, તેને તમારી પાસે મોકલવાને મને અગત્ય જણાઈ,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 ભાઈ એપાફ્રોદિતસને તમારી પાસે મોકલવાની મને જરૂર જણાય છે. તેણે મારી સાથે રહીને સહકાર્યકર અને સાથી સૈનિક તરીકે કાર્ય કર્યું છે. તમારા સંદેશવાહક તરીકે તથા મારા મદદનીશ તરીકે તેણે મારી સેવા કરી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

25 એપાફ્રદિતસ ખ્રિસ્તમાં મારો ભાઈ છે. ખ્રિસ્તની સેનામાં તે મારી સાથે સહયોદ્ધો અને મદદગાર છે. જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે તમે તેને મારી પાસે મોકલ્યો.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:25
19 Cross References  

ફસલના વખતમાં હિમની શીતળતા જેવી [લાગે છે] , તેવો જ વિશ્વાસુ એલચી તેના મોકલનારાઓને લાગે છે; કેમ કે તે પોતાના ધણીના જીવને તાજો કરે છે.


હું તમને ખચીત ખચીત કહું છું કે, ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.


જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે.


ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો.


ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને સલામ કહેજો.


કેમ કે અમે ઈશ્વર [ના સેવક હોઈને] સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઈમારત છો.


તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.


કારણ કે તે તમો સર્વને બહુ ચાહતો હતો, અને તે બહુ ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે માંદો છે.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે.


એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે.


અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, જેઓ સુન્‍નતીઓમાંના છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. તેઓ એકલા જ ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે. તેઓ મને દિલાસારૂપ થયા છે.


અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,


મારા‍ સાથી કામ કરનાર માર્ક, આરીસ્તાર્ખસ, દેમાસ તથા લૂક, [એ સર્વ] તને ક્ષેમકુશળ કહે છે.


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


Follow us:

Advertisements


Advertisements