Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે બધા માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 પરંતુ બીજા બધા તો ખ્રિસ્ત ઈસુની નહિ, પણ પોતાની જ વાતની ચિંતા રાખે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

21 બીજા બધાને માત્ર પોતાની જાતમાં રસ છે. તેઓને ઈસુ ખ્રિસ્તના કાર્યમાં રસ નથી.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:21
19 Cross References  

પણ યોઆશ રાજાના ત્રેવીસમાં વર્ષ સુધી યાજકોએ મંદિરની ભાંગતૂટ સમારી નહોતી.


વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ‍ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.


“જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.


પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગામાં આવ્યા. પણ ત્‍યાંથી યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.


પણ પાઉલે ધાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને પાછો જતો રહ્યો, અને આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે તેડી જવો એ યોગ્ય નથી.


કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.


તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ [તમે કરો.]


અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ [હિત] જોતો નથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી;


કેમ કે જેમ ખ્રિસ્તમાં દુ:ખ અમને પુષ્કળ પડે છે, તેમ જ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે.


તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો.


તને માલૂમ છે કે, આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.


કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માતાપિતાનું સન્માન નહિ રાખનારા, કૃતધ્ની, અધર્મી,


કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતીઆ ગયો, અને તિતસ દલ્માતીઆ ગયો.


મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. [પ્રભુ] એ તેઓને લેખે ન ગણે.


Follow us:

Advertisements


Advertisements