Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 એકલો તે જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી બરાબર કાળજી રાખે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

20 મારી પાસે તિમોથી જેવો બીજો કોઈ માણસ નથી. તે ખરેખર તમારી કાળજી રાખે છે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:20
16 Cross References  

પણ તે તું જ છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર!


“સદાચારી સ્‍ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”


[તે નાસી જાય છે,] કેમ કે તે ચાકર છે, અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.


હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.


તમે એકચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો, મહિમા પ્રગટ કરો.


પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, એ વિષે સંભાળ રાખજો; કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.


તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ.


પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે [કામ કરે] , તેમ તેણે સુવાર્તા [ના પ્રસાર] ને માટે મારી સાથે સેવા કરી.


અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, જેઓ સુન્‍નતીઓમાંના છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. તેઓ એકલા જ ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે. તેઓ મને દિલાસારૂપ થયા છે.


ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.


આ વાતો તરફ ભાઈઓનું ધ્યાન ખેંચવાને તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતો પ્રમાણે તું અત્યાર સુધી ચાલતો આવ્યો છે, તેઓથી તારું પોષણ થશે.


કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનીકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.


પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ


અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.


પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


Follow us:

Advertisements


Advertisements