Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને હું પણ આનંદિત થાઉં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુ ઈસુમાં હું આશા રાખું છું કે હું તિમોથીને જલદીથી તમારી પાસે મોકલી શકીશ; જેથી તમારા સમાચાર જાણીને મને નિરાંત વળે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

19 પ્રભુ ઈસુમાં તિમોથીને તમારી પાસે મોકલવાની હું આશા રાખું છું. તમારા વિષે જાણતા મને ઘણો આનંદ થશે.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:19
22 Cross References  

યહોવા કહે છે, “જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે, ને મનુષ્યના બળ પર આધાર રાખે છે, ને યહોવા તરફથી જેનું હ્રદય ફરી જાય છે, તે શાપિત છે.


અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે.”


પછી તે દેર્બે તથા લુસ્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદી સ્‍ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.


વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”


મારો સાથી કામદાર તિમોથી, અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે.


એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે.


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


ફિલિપીમાંના ઈસુ ખ્રિસ્તમાં સહુ સંતો, અધ્યક્ષો તથા સાહાયકારીઓ, એ સર્વ પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુના દાસો પાઉલ તથા તિમોથી:


એમ જ તમે પણ આનંદ પામો, અને મારી સાથે હરખાઓ.


તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ, અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો.


અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,


એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહિ, ત્યારે મેં તમારા વિશ્વાસ વિષે જાણવા માટે [તિમોથીને] મોકલ્યો, રખેને કદાચ પરીક્ષણ કરનાર [શેતાને] કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય, અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય.


ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


પણ ઊલટું તમારે તો એમ કહેવું જોઈએ કે, જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું, અને આમ કે તેમ કરીશું.


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


Follow us:

Advertisements


Advertisements