Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આકાશમાંનાં, ભૂમિ પરનાં તથા ભૂમિ નીચેનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 જેથી ઈસુના નામના સન્માન અર્થે આકાશમાંના, પૃથ્વી પરનાં તથા પૃથ્વી તળેનાં સૌ ધૂંટણે પડે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી.

See the chapter Copy




ફિલિપ્પીઓ 2:10
17 Cross References  

અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડયો; અને ‘ઘૂંટણ ટેકવો’ એવી તેની આગળ તેઓએ છડી પોકારી:અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો.


આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ.


કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.


અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, ને તેમના જમણા હાથમાં સોટી આપી ને તેમની સામા ઘૂંટણે પડીને તેમના ઠઠ્ઠા કરતાં કહ્યું, “ઓ યહૂદીઓના રાજા, સલામ!”


અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “મેં મારે માટે સાત હજાર પુરુષોને રાખી મૂક્યા છે કે, જેઓ બાલની આગળ ઘૂંટણે પડયા નથી.”


કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વ વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, [હા, ખ્રિસ્તમાં].


એ કારણથી પિતા,


તે ચઢયા, એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઊતર્યાં, એમ નહિ?


વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે. “ઈશ્વરના સર્વ દૂતો તેનું ભજન કરો.”


સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં, અને મરણે તથા હાડેસે [પણ] પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.


ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ જીવંત છે તેમની આરાધના કરશે, ને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દઈને કહેશે,


પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો.


Follow us:

Advertisements


Advertisements