Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 1:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 ભૂતકાળમાં હું જે યુદ્ધ લડી રહ્યો હતો અને હાલ લડી રહ્યો છું એવું તમે સાંભળો છો, તે જ યુદ્ધમાં હવે તમે પણ મારી સાથે સામેલ છો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં તમે સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

30 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.

See the chapter Copy




ફિલિપ્પીઓ 1:30
21 Cross References  

મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”


કેમ કે ખ્રિસ્તને લીધે જે મારાં બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં


એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.


હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓને માટે તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને માટે હું કેટલો બધો યત્ન કરું છું કે,


વળી તમે જાણો છો કે, અમે પહેલાં ફિલિપીમાં દુ:ખ તથા અપમાન સહન કર્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી આગળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને આપણા ઈશ્વરથી હિંમતવાન થયા.


વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર. એને માટે તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારી કબૂલાત કરી છે.


હું સારી લડાઈ લડયો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.


તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક [જાતનો] બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.


તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી [તમે હજી બાથ ભીડી] નથી.


તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ.


Follow us:

Advertisements


Advertisements