Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓ 1:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 [મને] એ ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો, અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમો સર્વની સાથે રહેવાનો;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 મને આ વિષે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મને ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમારાં બધાની સાથે રહેવાનો;

See the chapter Copy

પવિત્ર બાઈબલ

25 મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ.

See the chapter Copy




ફિલિપ્પીઓ 1:25
17 Cross References  

ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે: “હું હરખાઈશ; હું શખેમને વહેંચી દઈશ, ને સુક્કોથનું નીચાણ વહેંચી આપીશ.


પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.”


તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તેઓ સર્વને દઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મોં ફરી જોશે નહિ.


હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.


કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી, વાણી અને કાર્ય વડે, ચિહ્નો તથા અદભુત કૃત્યોના પ્રભાવથી, વિદેશીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું ધરીશ નહિ.


હું જાણું છું કે તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ.


આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


પણ [મારે] દેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.


વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.


વળી મારે માટે ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓદ્વારા મારું તમારી પાસે આવવવાનું થશે.


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


Follow us:

Advertisements


Advertisements