ફિલિપ્પીઓ 1:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તો એથી શું? દરેક રીતે, ગમે તો ઢોંગથી કે સત્યથી, ખ્રિસ્ત [ની વાત] પ્રગટ કરવામાં આવે છે, એથી હું આનંદ પામું છું, ને વળી પામીશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 પણ તેથી શું થયું? ચાહે તો ખરાબ હેતુથી કે સારા હેતુથી પણ શકાય તે સર્વ રીતે ખ્રિસ્તનો પ્રચાર કરવામાં આવે છે તેથી હું ખુશ છું, અને વળી હરખાઈશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તો એથી શું? દરેક રીતે, ગમે તો દંભથી કે સત્યથી, ખ્રિસ્ત ની વાત પ્રગટ કરવામાં આવે છે; તેથી હું આનંદ પામું છું અને પામીશ. See the chapterપવિત્ર બાઈબલ18 મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું. હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. See the chapter |