ગણના 2:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાયલી લોકોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના પિતાના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપની સામે ચારે બાજુએ તેઓ છાવણી કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 “જ્યારે ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની આસપાસ પડાવ નાખે ત્યારે દરેકે પોતપોતાના કુળના વજ અને ગોત્રના નિશાન પ્રમાણે પડાવ નાખવો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે. See the chapterપવિત્ર બાઈબલ2 “પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા જ પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય. See the chapter |
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગનાં તળિયાંનું સ્થાન છે, તેમાં હું ઇઝરાયલી લોકો મધ્યે સદાકાળ રહીશ; અને ઇઝરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ, ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી, તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓનાં મુડદાંથી ભ્રષ્ટ કરશે નહિ.