Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમામ મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,

See the chapter Copy




ગણના 1:1
15 Cross References  

ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા પછી ચાર સો ને એંશીની સાલમાં ઇઝરાયલ પર સુલેમાનના રાજ્યના ચોથા વર્ષમાં, ઝીવ એટલે બીજા માસમાં એમ થયું કે, તેણે યહોવાનું મંદિર બાંધવું શરૂ કર્યું.


ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યાને ત્રીજા માસને પહેલે જ દિવસે સિનાઇ અરણ્યમાં આવ્યા.


અને તેઓ રફીદીમથી ઊપડીને સિનાઇના અરણ્માં આવ્યા, ત્યારે તેઓએ તે જ અરણ્યમાં છાવણી કરી.


અને ત્યાં હું તને મળીશ, ને ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.


અને એમ થયું કે બીજા વર્ષના પહેલા માસમાં તે માસને પહેલે દિવસે મંડપ ઊભો કરવાનું કામ પૂરું થયું.


“તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર.


અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરતાં કહ્યું,


જે આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયલી લોકોને માટે સિનાઈ પર્વત પર મૂસાને ફરમાવી તે એ છે.


અને બીજા માસને પહેલે દિવસે તેઓએ સમગ્ર પ્રજાને એકત્ર કરી, અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેમના પિતાનાં ઉંમરનાનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી.


અને યહોવાએ મૂસાને તથા હારુનને તથા મરિયમને એકાએક કહ્યું, “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે નીકળી આવો.”


અને તેઓ મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પહેલા માસમાં સિનાઈના અરણ્યમાં, યહોવાએ મૂસાને કહ્યું,


અને ચાળીસમા વર્ષના અગિયારમાં માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયલી લોકોને માટે મૂસાને આપી હતી, તે તેણે તેઓને કહી સંભળાવી.


અને આપણે કાદેશ-બાર્નેઆથી નીકળ્યા ત્યારથી તે આપણે ઝેરેદ નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષની મુદત વીતી. એ મુદતમાં લડવૈયા પુરુષોની આખી પેઢી, યહોવાએ તેઓને પ્રતિ પૂર્વક કહ્યું હતું તે પ્રમાણે, છાવણી મધ્યેથી નાશ પામી હતી.


કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.


Follow us:

Advertisements


Advertisements