Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 9:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓની જીભ પ્રાણઘાતક તીર જેવી છે! તે કપટથી બોલે છે. મુખથી કોઈ પોતાના પડોશીની સાથે શાંતિથી વાત કરે છે, પણ મનમાં તેનો ઘાત કરવાની યોજના કરે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 તેમની જીભ તીક્ષ્ણ તીર જેવી છે; તેમના મુખમાં સદા છેતરપિંડી હોય છે. દરેક પોતાના પડોશી સાથે મિત્રભાવે બોલે છે, પણ મનમાં તેનો ઘાત કરવાનું કાવતરું ઘડે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ કપટ બોલે છે. તેઓ મુખથી પોતાના પડોશી સાથે શાંતિથી બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”

See the chapter Copy




યર્મિયા 9:8
21 Cross References  

આબ્નેર પાછો હેબ્રોન આવ્યો, એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં [ખંજર] ભોકી દીધું, જેથી તે મરણ પામ્યો.


દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.


યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.


રે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ થશે?


જેઓ મોઢે શાંતિ અને હ્રદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટો અને કુકર્મીઓની સાથે મને ધકેલી ન કાઢો.


કેમ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, ‍ પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.


તેના મોઢાના શબ્દો માખણ જેવા સુંવાળા હતા, પણ તેના હ્રદયમાં યુદ્ધ [નું ઝેર] હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.


મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં [મારે માટે] ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.


હે મારા આત્મા, તું ફકત શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે હું તેમની જ અપેક્ષા રાખું છું.


એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.


પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.


કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે.


તે બધી બાબતોને માટે તેમને હું જોઈ નહિ લઉં શું?” એમ યહોવા કહે છે; “અને મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે શું?


ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.


“તમે દરેક તમારા પડોશીથી સાવધાન રહો, કોઈ પોતાના ભાઈ પર ભરોસો ન રાખો કેમ કે દરેક ભાઈ કાવતરું કર્યા કરશે, ને દરેક પડોશી નિંદા કર્યા કરશે.


તેઓ દરેક અસત્ય બોલીને પોતાના પડોશીને ઠગે છે, તેઓએ પોતાની જીભને અસત્ય બોલવાની ટેવ પાડી છે, તેઓ અધર્મ કરી કરીને થાકે છે.


કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.


Follow us:

Advertisements


Advertisements