Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જ્ઞાનીઓ લજ્જિત થયા છે. તેઓ ભયભીત થયા છે, તથા પકડાઈ ગયા છે. જુઓ, યહોવાના વચનનો તેઓએ ઇનકાર કર્યો છે; તો તેઓમાં કેવા પ્રકારનું જ્ઞાન છે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જ્ઞાની માણસ લજ્જિત થશે. તેઓ ડરી જશે અને પકડાઈ જશે. જુઓ, યહોવાહનાં વચનોનો તેમણે ઇનકાર કર્યો છે. તો તેઓની પાસે કેવા પ્રકારનું ડહાપણ હોઈ શકે?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 “શાણા માણસો” લજ્જિત થશે, તેઓ ડરી જશે અને તેમના કામો ઉઘાડા પડી જશે. નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા. તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?

See the chapter Copy




યર્મિયા 8:9
21 Cross References  

[યહોવા] ના વિધિઓનો તથા તેમના પિતૃઓની‍‍ સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, ” તેમનું અનુકરણ તેઓએ કર્યું.


પ્રપંચીઓની યોજનાઓ તે એવી રદ કરે છે કે, તેઓના હાથતી તેમનાં [ધારેલાં] કાર્યો થઈ શકતાં નથી.


કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે; અને કુટિલ માણસોની યોજનાઓને ઉથલાવી પાડે છે.


યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.


સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારુનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે; તમે ફારુન આગળ કેમ કહો છો, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીન કાળના રાજાઓનો પુત્ર છું?”


તે માટે હું આ લોકમાં અદભુત કામ, હા આદભુત તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું; તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે, અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે.”


તારા આદિપિતાએ પાપ કર્યું છે, ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે.


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


[યહોવા કહે છે,] તેં મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હઠી ગયો છે; તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.


વળી આ સ્થળમાં હું યહૂદિયા તથા યરુશાલેમની મસલત નિષ્ફળ કરીશ; અને તેઓને તેઓના શત્રુઓની આગળ તરવારથી, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથથી તેમને પાડીશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો તેઓનાં મુડદાં ખાઈ જશે.


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


અદોમ વિષેની વાત. સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેમાનમાં શું હવે કંઈ બુદ્ધિ રહી નથી? શું વિવેકીઓ પાસેથી અક્કલ જતી રહી છે? તેઓનું જ્ઞાન શું જતું રહ્યું છે?


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


હે પૃથ્વી, સાંભળ! જુઓ, આ લોકો પર વિપત્તિ, એટલે તેઓની કલ્પનાનું ફળ, હું લાવીશ, કેમ કે તેઓએ મારાં વચનો ગણકાર્યાં નથી; અને તેઓએ મારા નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.


હાનિ પર હાનિ આવશે, ને અફવા પર અફવા ચાલશે; અને તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે.


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


તે દિવસે પ્રબોધકો ભવિષ્યવચનો બોલતી વખતે પોતપોતાનાં સંદર્શનોને લીધે લજ્‍જિત થશે. તેઓ રૂઆંવાળા ઝભ્ભા પહેરીને લોકોને ઠગશે નહિ.


માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.


અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્‍ત્ર જાણે છે, તે [પવિત્ર શાસ્‍ત્ર] ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને‍ જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.


Follow us:

Advertisements


Advertisements