Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં ચિત્ત દઈને સાંભળ્યું, પણ તેઓ યથાયોગ્ય બોલ્યા નહિ; ‘મેં આ શું કર્યું?’ એમ કહીને કોઈ પણ પોતાની દુષ્ટતાનો પશ્ચાતાપ કરતો નથી! જેમ લડાઈમાં ઘોડો વેગથી ધસે છે, તેમ તેઓમાંનો દરેક પોતપોતાના માર્ગમાં આગળ ધસી જાય છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં ધ્યાન દઈને સાભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નહિ; કોઈ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કોઈ કહેતું નથી કે, “અરે, અમે આ શું કર્યું?” જેમ ઘોડાઓ યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓમાંના દરેક પોતપોતાના માર્ગમાં આગળ વધે છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે, પણ કોઇ સાચું બોલતું નથી, કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?” જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.

See the chapter Copy




યર્મિયા 8:6
24 Cross References  

હું ઈશ્વરને કહીશ કે, મને દોષિત ન ઠરાવો. તમે મારી સાથે કેમ ઝઘડો કરો છો તે મને બતાવો.


શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે, ‘મેં [શિક્ષા] વેઠી છે, માટે હવે પછી હું પાપ કરીશ નહિ?”


[અથવા] ‘જે હું સમજતો નથી તે તમે મને શીખવો. જો મેં અન્યાય કર્યો હોય, તો હું હવે પછી એવું કરીશ નહિ.’


કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્યો ઉપર દષ્ટિ કરી.


તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.


તેણે લોભથી કરેલા અન્યાયને લીધે ક્રોધાયમાન થઈને મેં તેને માર્યો, ને હું રોષમાં સંતાઈ રહ્યો; અને તે તો પોતાના હ્રદયને માર્ગે વળી જઈને ચાલ્યો ગયો.


તેમણે જોયું કે કોઈ માણસ નથી, ને કોઈ મધ્યસ્થ નથી; તે જોઈને તે વિસ્મય પામ્યા, ને તેમણે પોતાને માટે પોતાને જ હાથે તારણ સાધ્યું; અને તેમનું પોતાનું ન્યાયીપણું તે તેમનો આધાર થયું.


‘મને સ્વપ્ન આવ્યું છે, મને સ્વપ્ન આવ્યુમ છે, ’ એવો જે પ્રબોધકો મારે નામે ખોટો પ્રબોધ કરે છે, તેઓએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે.


શું તમે સદા [કોપ] કરશો? અંત સુધી તે ચાલુ રાખશો શું?’ તું એમ બોલે છે, પણ તે છતાં તેં ભૂંડું જ કર્યું છે, ને તારી મરજી મુજબ તું ચાલી છે.”


યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.


એ વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછો ફરે છે તેને લીધે તે નકકી જીવશે, તે માર્યો નહિ જ જશે.


તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.


હા, સર્વ ઇઝરાયલે ભટકી જઈને તમારી વાણી માની નહિ, અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા‍ પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે; કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


મેં કહ્યું, નક્કી તું મારી બીક રાખીશ, તું શિખામણ માનીશ. અને તેથી મેં તેને વિષે જે સર્વ નિર્માણ કર્યું છે તે [પ્રમાણે] તેનું રહેઠાણ નષ્ટ થાય નહિ; પણ તેઓએ વહેલા ઊઠીને પોતાનાં સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”


તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.


ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેમના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક પ્રભુની હજૂરમાં લખવામાં આવ્યું.


વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પશ્વાતાપ કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.


બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ].


Follow us:

Advertisements


Advertisements