Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સૂર્ય, ચંદ્ર અને આકાશના સર્વ સૈન્ય જેઓના પર તેઓએ પ્રેમ રાખ્યો છે, તેઓ વંઠી ગયા છે. જેઓને તેઓએ શોધ્યા છે અને જેમની તેઓએ પૂજા કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નંખાશે અને ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, તેઓ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઈ જશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.

See the chapter Copy




યર્મિયા 8:2
32 Cross References  

અને તેમના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને માટે ઢળેલી મૂર્તિઓ, એટલે બે વાછરડા, બનાવ્યા હતા, અશેરા [મૂર્તિ] ઊભી કરી હતી, ને આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી, ને બાલની સેવા કરી હતી.


કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યાં. અને ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાલને માટે વેદીઓ ઊભી કરી, અશેરા [મૂર્તિ] બનાવી, ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરી, ને તેમની સેવા કરી.


વળી તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી.


અને યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને, તેમ જ બાલને માટે, સૂર્યને માટે, ચંદ્રને માટે, ગ્રહોને માટે તથા આખા જ્યોતિમંડળને માટે જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યાં.


જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.


તેઓ એન-દોરની પાસે નાશ પામ્યા; તેઓ ભૂમિના ખાતર જેવા થઈ ગયા.


તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા, હા, તેઓના સર્વ અધિકારીઓને ઝેબા તથા સાલ્મુન્નાના જેવા કરો.


જો કોઈ માણસને સો છોકરાં થાય, અને પોતે એટલાં બધાં વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબું હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય, ને વળી તેનું દફન પણ ન થાય; તો હું કહું છું કે, એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે;


વળી જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને દુકાળ તથા તરવારથી યરુશાલેમના મહોલ્લાઓમાં નાખી દેવામાં આવશે; અને તેઓને, તેઓની પત્નીઓને, તેઓના દીકરાઓને તથા તેઓની દીકરીઓને દાટવા માટે કોઈ રહેશે નહિ; કેમ કે હું તેઓ પર તેમની દુષ્ટતા રેડી દઈશ.’


ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા, ને તેઓની સેવા તથા આરાધના કરી, તેઓએ મારો ત્યાજ કર્યો, ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ.


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


મોટા તથા નાના બન્ને આ દેશમાં મરશે. તેઓને દાટવામાં આવશે નહિ, તેઓને લીધે કોઈ વિલાપ કરશે નહિ, તેઓને લીધે કોઈ પોતાને ઘાયલ કરશે નહિ, ને કોઈ પોતાને મુંડાવશે નહિ.


જે ઘરોનાં ધાબાંઓ પર તેઓએ આકાશનાં સર્વ સૈન્યને માટે ધૂપ બાળ્યો છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડયાં છે તે બધાં ઘરો, એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓનાં ભ્રષ્ટ કરેલાં ઘરો, તોફેથ જેવાં થઈ જશે.’”


તેને યરુશાલેમના દરવાજાઓની બહાર ઘસડીને ફેંકી દેવામાં આવશે, ને ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટશે.


તે દિવસે યહોવાથી હણાયેલા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ; તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.


મુડદાંઓની તથા રાખની આખી ખીણ, કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડાભાગળના ખૂણા સુધી, યહોવાને માટે પવિત્ર થશે; તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ, ને પાડી નાખવામાં આવશે નહિ.”


માટે યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, તે [ના વંશમાં] નો કોઈ દાઉદના રાજ્યાસન પર બેસશે નહિ. અને દિવસે ગરમીમાં તથા રાત્રે હિમમાં તેનું મુડદું બહાર પડી રહેશે.


પરંતુ, હે સ્ત્રીઓ યહોવાનું વચન સાંભળો, ને તમારા કાન, તેમના મુખનાં વચન ગ્રહણ કરે, ને તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો, ને તમે પોતપોતાના પડોશણને વિલાપ કરતાં શીખવો.


કેમ કે ચકાલાઓમાંથી બાળકોને, તથા ચૌટામાંથી તરુણોને, કાપી નાખવા માટે મરણ બારીઓમાં ચઢી આવ્યું છે, તે આપણી હવેલીઓમાં પેઠું છે.


“તું એમ બોલ કે, જેમ ખેતરમાં ખાતર તથા કાપનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યોનાં મુડદાં પડશે, ને તેઓને એકઠાં કરનાર કોઈ મળશે નહિ, ” એમ યહોવા કહે છે.


પછી હું તને તથા તારી નદીઓનાં સર્વ માછલાંને અરણ્યમાં પડતાં મૂકીશ. તું ખુલ્લા મેદાનમાં પડી રહેશે. તને કોઈ ઊંચકશે નહિ કે ભેગો કરશે નહિ. મેં તને ભૂચર પશુઓને તથા ખેચર પક્ષીઓને ભક્ષ તરીકે આપ્યો છે.


તું ખુલ્લા મેદાનમાં પડશે, કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, હું એ બોલ્યો છું.


ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.


પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા.


[પ્રભુ કહે છે,] “હું માણસો ઉપર એવું સંકટ લાવીશ કે, તેઓ આંધળા માણસોની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને તેમનું રક્ત ધૂળની જેમ વહેવડાવવામાં આવશે, તથા તેમનું માંસ વિષ્ટાની જેમ [ફેંકી દેવામાં] આવશે.


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધા કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે, પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે, ‘ઓ ઇઝરાયલના વંશજો, તમે અરણ્યમાં ચાળીસ વરસ સુધી મને યજ્ઞો તથા બલિદાનો ચઢાવ્યાં હતાં?


ને જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય, ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળમાંથી કોઈ પણ, જે વિષે મેં તમને આજ્ઞા કરી નથી, તેની ભક્તિ કરી હોય;


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


Follow us:

Advertisements


Advertisements