Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 7:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે જો તમે ખરેખર તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો; જો આડોશી પડોશીની વચ્ચે તમે ન્યાય કરો;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 જો તમે તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને એકબીજા સાથે પ્રામાણિકપણે વર્તો,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,

See the chapter Copy




યર્મિયા 7:5
16 Cross References  

જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;


સલાહ આપો, ઇનસાફ કરો; ખરે બપોરે તારી છાયા રાતના જેવી કર; કાઢી મૂકેલાઓને સંતાડ; ભટકાનારાં વિષે ખબર ન આપ.


હે દાઉદના વંશજો, યહોવા કહે છે કે, સવારે ન્યાય કરો, ને જે લૂંટાયો છે તેને જુલમગારના હથમાંથી છોડાવો, રખેને તમારાં કર્મોની દુષ્ટતાને લીધે મારો કોપ અગ્નિની જેમ સળગી ઊઠે, ને તેને હોલવનાર કોઈ મળે નહિ.


તું એરેજકાષ્ટના [મહેલો બાંધીને] પ્રખ્યાતિ મેળવવા ઇચ્છે છે, એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું, ને નીતિ તથા ન્યાયથી વર્ત્યો નહોતો? અને ત્યારે જ તેને સુખ હતું.


યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.


તો હવે તમે તમારાં આચરણ તથા તમારાં કૃત્યો સુધારો, ને તમારા ઈશ્વર યહોવાનું વચન માનો; એટલે તમારા ઉપર જે વિપત્તિ પાડવા યહોવા બોલ્યો છે તે વિષે તે પશ્ચાતાપ કરશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલનો ઈશ્વર, કહે છે કે, તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ.


જેણે ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય, ને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હોય; તો તે પોતાના પિતાની પુષ્ટતાને લીધે માર્યો જશે નહિ, તે નક્કી જીવતો રહેશે.


પણ જો કોઈ માણસ નેક હશે, ને નીતિથી તથા પ્રામાણિકપણે ચાલશે,


જેણે વ્યાજે [નાણાં] આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.


અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહિ; પણ તારે તારા ઈશ્વરનો ડર રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.


જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસનાં તેનાં નગરો વસતિવાળાં અને આબાદ હતાં, ને દક્ષિણમાં તથા નીચાણના પ્રદેશમાં વસતિ હતી, ત્યારે જે વચનો મેં આગલા પ્રબોધકોની મારફતે પોકાર્યાં છે તે તમારે સાંભળવાં નહિ જોઈએ?”


અને યાબેશ-ગિલ્યાદનાં રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ બિલકુલ કર્યો નહોતો એવી ચારસો જુવાન કુમારિકાઓ તેમને મળી; તેઓ તેમને કનાન દેષના શીલો પાસે છાવણીમાં લઈ આવ્યા.


તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે ગાયન કરીને કહ્યું:


Follow us:

Advertisements


Advertisements