Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “યહોવાના મંદિરના દરવાજા તરફ ઊભો રહે, ને ત્યાં આ વચન પોકારીને કહે, હે યહૂદિયાના સર્વ લોકો, જે યહોવાને ભજવાને અર્થે આ દરવાજામાં પેસો છો, તે તમે યહોવાનું વચન સાંભળો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 “પ્રભુના મંદિરના દરવાજે ઊભો રહી આ સંદેશ પ્રગટ કરતાં કહે; હે યહૂદિયાના સર્વ લોકો, તમે જેઓ આ દરવાજાઓથી પ્રવેશીને પ્રભુની ભક્તિ કરવા જાઓ છો તેઓ પ્રભુનો સંદેશ સાંભળો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 “યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર;

See the chapter Copy




યર્મિયા 7:2
38 Cross References  

અને મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.


હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.


હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.


હે ઇઝરાયલના વંશજો, જે વચન યહોવા તમને કહે છે તે સાંભળો:


વળી યહોવાએ મને કહ્યું, “આ સર્વ વચન યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં પોકારીને કહે કે, આ કરારનાં વચનો સાંભળો તથા તેઓને પાળો.


પછી યર્મિયા તોફેથ કે જ્યાં યહોવાએ પ્રબોધ કરવા માટે તેને મોકલ્યો હતો ત્યાંથી પાછો આવ્યો. અને યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહીને તેણે બધા લોકોને કહ્યું,


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


હે યાકૂબના વંશજો, તથા ઇઝરાયલના વંશનાં સર્વ કુળો, યહોવાનું વચન સાંભળો:


એટલે યહોવા કહે છે, “તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે, ને યહૂદિયાનાં સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા માટે આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ; તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહિ.


ત્યારે જે યાજકો તથા જે લોકો યહોવાના મંદિરમાં ઊભા રહેલા હતા તે સર્વની આગળ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું,


તોપણ હે યહૂદિયાના રાજા સિદકિયા, તું યહોવાનું વચન સાંભળ:તારે વિષે યહોવા કહે છે, “તું તરવારથી મરીશ નહિ.


ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાનાં વચનો યહોવાના મંદિરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન ચિટનીસના પુત્ર ગમાર્યાની ઉપરના આંગણામાંના ઓરડામાં, અને યહોવાના મંદિરના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ લખેલું વાંચી સંભળાવ્યું.


માટે તું જા, ને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાનાં વચનો યહોવાના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ, ને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ પણ તે વાંચી સંભળાવ.


વળી સર્વ લોકોને તથા સર્વ સ્ત્રીઓને યર્મિયાએ કહ્યું, “મિસર દેશમાં આવી રહેલા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:


યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,


યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો, ને મને એક ખીણમાં મૂક્યો, તે [ખીણ] માં નરદમ હાડકાં હતાં.


હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઇઝરાયલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પામાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.


તો હવે તું યહોવાનું વચન સાંભળ:તું કહે છે, ‘ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ ન કર, ને ઇસહાકના વંશજોની વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નહિ.’


હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો. હે પૃથ્વી, તથા તે ઉપર જે છે તે સર્વ, ધ્યાન દો; અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી, એટલે પ્રભુ યહોવા, તમારી વિરુદ્ધ સાક્ષી થાઓ.


મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી?


હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો.


જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્‍થાનોમાં તથા મંદિરમાં જ્યાં સર્વ યહૂદીઓ એકત્ર થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો. અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.


“તમે જાઓ, અને મંદિરમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને કહી સંભળાવો.”


તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્‍નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.


Follow us:

Advertisements


Advertisements