Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 7:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે માટે તું આ લોકોને માટે વિનંતી ન કર, ને તેને માટે વિલાપ તથા પ્રાર્થના ન કર, ને મારી પાસે તેમના હકમાં મધ્યસ્થી ન કર; કેમ કે હું તારું સાંભળનાર નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમની તરફેણમાં આજીજી કે વિનંતી કરીશ નહિ અથવા મારી પાસે તેમના હક્કમાં મયસ્થી કરીશ નહિ. કારણ, હું તારી અરજ સાંભળવાનો નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને તું, યર્મિયા, એ લોકો માટે વિનંતી કરીશ નહિ કે તેઓને સારુ વિલાપ કે પ્રાર્થના કરીશ નહી. અને મારી આગળ તેમને માટે મધ્યસ્થી કરીશ નહિ. કેમ કે હું તારું સાંભળનાર નથી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 યહોવાએ મને કહ્યું, “યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહી, મારી આગળ કોઇ મધ્યસ્થી કરીશ નહિ, કારણ, હું સાંભળનાર નથી.

See the chapter Copy




યર્મિયા 7:16
14 Cross References  

અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


મારો કોપ તેઓ પર તપી ઊઠે ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ નહિ. અને હું તારાથી એક મોટી દેશજાતિ કરીશ.”


જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.


તે માટે તું આ લોકને માટે વિનંતી ન કર, ને તેમને માટે કાલાવાલા અથવા પ્રાર્થના ન કર; કેમ કે જ્યારે તેઓ પોતાની વિપત્તિને લીધે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


[યહોવા કહે છે,] તેં મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હઠી ગયો છે; તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.


ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો એ વાતનું સ્મરણ કરો.


આ કારણથી પૃથ્વી શોક કરશે, ને ઉપરનાં આકાશો કાળાં થશે; કેમ કે હું તે બોલ્યો છું. મે નિશ્ચય કર્યો છે, હું [તે વિષે] પશ્ચાતાપ કરીશ નહિ, ને તેથી પાછો હઠીશ નહિ.


યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તેઓ શું શું કરે છે, તે તું જોતો નથી?


એ વખતે તેઓ યહોવાની સમક્ષ પોકાર કરશે, પણ તે તેઓને ઉત્તર આપશે નહિ. હા, તેઓએ દુષ્કર્મો કર્યાં છે તેને લીધે તે વખતે તે તેમનાથી વિમુખ થશે.


મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’


મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.


Follow us:

Advertisements


Advertisements