Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તે શું તમારી દષ્ટિમાં, લૂંટારાની ગુફા થઈ ગઈ છે? જુઓ, મેં હા મેં જાતે એ જોયું છે, ” એવું યહોવા કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 મારે નામે ઓળખાતું આ મંદિર શું તમારી દષ્ટિમાં લૂંટારાઓનું ધામ છે? પણ યાદ રાખો કે મેં એ બધું જાતે જોયું છે. હું પ્રભુ પોતે એ બોલું છું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 તમે શું એમ માનો છો કે આ મારું મંદિર એ ચોરલૂંટારાનો અડ્ડો છે? યાદ રાખજો, મેં જાતે આ બધું જોયું છે.’” આ હું યહોવા બોલું છું.

See the chapter Copy




યર્મિયા 7:11
16 Cross References  

ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાંથી તે સાંભળજો, ને તે પરદેશી જે બધી બાબત વિષે તમને વિનંતી કરે તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણીને તમારા ઇઝરાયલી લોકની માફક તમારી બીક રાખે, ને તેઓ જાણે કે આ મંદિર જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય છે.


તમે મારું દર્શન કરાવ માટે આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે?


તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.


વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.


શું ગુપ્તસ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે, હું તેને નહિ જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે.


કેમ કે તેઓએ ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે, ને પોતાના પડોશીઓની સ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્યો છે, અને મેં ફરમાવેલાં નહિ એવાં ખોટાં વચન તેઓ મારે નામે બોલ્યા છે. હું [એ વાતનો] જ્ઞાતા છું, ને હું સાક્ષી છું, ” એવું યહોવા કહે છે.


આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો, ને મારી આગળ ઊભા રહીને કહેશો, ‘આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે?’


તમે તમારે મોઢે મારી સામે વડાઈ કરી છે, ને મારી વિરુદ્ધ ફાવે તેમ બોલ્યા છો. મેં તે સાંભળ્યું છે.


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


અને તેમણે તેઓને કહ્યું, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, ’ એમ લખેલું છે; પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.”


અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.”


અને કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું, “એ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો.”


તેમની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડાં છે.


Follow us:

Advertisements


Advertisements