Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હે યહોવાહ, શું તમારી આંખો સત્યને જોતી નથી? તમે તેઓને માર્યા પણ તેઓ દુઃખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા, પણ છતાં તેઓ સુધર્યા નહિ. તેઓએ પોતાના મુખ ખડક કરતાં પણ વધુ કઠણ કર્યાં છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો. તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો. તમે તેઓને શિક્ષા કરી પણ તેઓ સુધર્યા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી. અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે. તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.

See the chapter Copy




યર્મિયા 5:3
45 Cross References  

અને સવારે એમ થયું કે, મોટીએ નાનીને કહ્યું, “જો, કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂતી. આજે રાત્રે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઇએ; અને તું પણ જઈને તેમની સાથે સૂ કે, આપણાથી આપણા પિતાનું સંતાન રહે.”


આ બિના પછી યરોબામ પોતાના કુમાર્ગથી ફર્યો નહિ, પણ ફરીથી તેણે સર્વ લોકોમાંથી ઉચ્ચસ્થાનોનાં યાજકો ઠરાવ્યા તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે, જેથી તે ઉચ્ચસ્થાનોને માટે યાજકો થાય.


ફરીથી અહાઝ્યાએ ત્રીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે મોકલ્યો. એ ત્રીજો પચાસ [સિપાઈઓ] નો જમાદાર ઉપર ચઢ્યો, ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા આ પચાસ દાસોના જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.


કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યાં કરે છે, જેથી જેઓનું અંત:કરણ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમા તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.”


તેના સંકટના સમયે તેણે, એટલે એ જ આહાઝ રાજાએ યહોવા ની આજ્ઞા નું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું.


તમે અંત:કરણથની સત્યતા માગો છો; અને મારા હ્રદયને તમે જ્ઞાન શીખવશો.


મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.


જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા, તેમના પર તેણે હાથ ઉગામ્યો છે; તેણે પોતાનો કરેલો કરાર તોડયો છે.


દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે; પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.


યહોવાનિ દષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે; પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.


[તું કહેશે,] “લોકોએ મને માર્યો છે, પણ મને વાગ્યું નથી; તેઓએ મને ઝૂડી નાખ્યો છે, પણ મને તે માલૂમ પડ્યું નથી; હું ક્યારે જાગીશ? મારે ફરી એક વાર પીવું છે.”


જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણિયામાં નાખીને સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો; અને એમણે તેને ચોતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.


મેં જાણ્યું કે તું જિદ્દી છે, અને તારા ડોકાના સ્નાયુઓ લોખંડ જેવા છે, ને તારું કપાળ પિત્તળ જેવું છે;


તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી.


દેશના દરવાજાઓમાં મેં તેઓને સૂપડાથી ઊપણ્યા છે; મેં મારા લોકોને નિસંતાન તથા નષ્ટ કર્યા છે; [કેમ કે] તેઓ પોતાના માર્ગોથી ફર્યા નથી.


પણ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાંભળ્યું નહિ ને શિખામલણ માની નહિ.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ નગર પર તથા તેનાં સર્વ ગામો પર, જે આવનારી સર્વ વિપત્તિ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારાં વચનો સાંભળ્યાં નથી.”


“તમારા પુત્રોને મેં માર્યા તે વ્યર્થ છે; તેઓએ શિક્ષા ગણકારી નથી; તમારી તરવારે વિનાશક સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ નાખ્યા છે.


તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે, ને છેલ્લો વરસાદ પડયો નથી. પણ તને વેશ્યાનું કપાળ હતું, એટલે તેં તો છેક જ લાજ મૂકી દીધી!


તમે ધારણા [કરવા] માં મોટા ને કામ [કરવા] માં સમર્થ છો; દરેકને તેનાં આચરણ પ્રમાણે તથા તેની કરણીઓ પ્રમાણે ફળ આપવા માટે તમારી દષ્ટિ મનુષ્યોનાં સર્વ આચરણ પર છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “તું જઈને યહૂદિયાના માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહેજે કે, યહોવા કહે છે કે, [આથી] મારાં વચનો સાંભળીને તમે શિખામણ નહિ લેશો?


આજ સુધી તેઓ દીન થઈ ગયા નથી, ને બીધા પણ નથી, ને મારું નિયમશાસ્ત્ર તથા મારા વિધિઓ મેં તમારી આગળ તથા તમારા પૂર્વજોની આગળ મૂક્યાં છે, તે પ્રમાણે ચાલ્યા નથી.”


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.


તેઓને તું કહેજે કે, જે પ્રજાએ તેમના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહિ, ને શિક્ષા માની નહિ, તે આ છે; સત્ય નષ્ટ થયું છે, તેઓના મુખથી તે કપાઈ ગયું છે.”


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


એ પુત્રો ઉદ્ધતને કઠણ હ્રદયના છે; હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું, ‘પ્રભુ યહોવા આમ કહે છે.’


તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ.


મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે. તોપણ અમારા અન્યાયથી ફરવા માટે, તથા તમારું સત્ય સમજવા માટે, અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી.


અને જો એવી શિક્ષાથી તમે સુધરીને મારી તરફ નહિ વળો, પણ મારી વિરુદ્ધ ચાલશો,


“મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તરવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે, ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરાંમાં ભરી છે; તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


“ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન ને દાંતને વૈર કરાવ્યું છે, ને તમારાં સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” એમ યહોવા કહે છે.


માટે બે કે ત્રણ નગરો [ના રહેવાસીઓ] ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહિ, ” એમ યહોવા કહે છે.


હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


મેં કહ્યું, નક્કી તું મારી બીક રાખીશ, તું શિખામણ માનીશ. અને તેથી મેં તેને વિષે જે સર્વ નિર્માણ કર્યું છે તે [પ્રમાણે] તેનું રહેઠાણ નષ્ટ થાય નહિ; પણ તેઓએ વહેલા ઊઠીને પોતાનાં સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”


એવાં કામો કરનારાઓની વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય સત્યાનુસાર છે, એવું આપણે જાણીએ છીએ.


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


Follow us:

Advertisements


Advertisements