Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 48:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મોઆબ વિષે:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ! કેમ કે તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા તેને જીતી લેવામાં આવ્યું છે. મિસ્ગાબ લજ્જિત તથા પાયમાલ થયું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 મોઆબ વિષે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: નબોના લોકોની કેવી દુર્દશા! કારણ, તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઇમ લજ્જિત થયું છે; કારણ, તેને જીતી લેવામાં આવ્યું છે. તેના મજબૂત કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે, અને તેના લોકો અપમાનિત કરાયા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલના ઈશ્વર યહોવાહ મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે; “નબોને અફસોસ, તે નષ્ટ થઈ ગયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે અને પાયમાલ થયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે, “નબોનું આવી બન્યું! તે ભોંય ભેંગુ થઇ ગયું છે, કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે, તે જીતાઇ ગયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે! હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું!

See the chapter Copy




યર્મિયા 48:1
19 Cross References  

અને ચૌદમે વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓ આવીને આશ્તરોથ-કારનાઈમ દેશના રફીઓને તથા હામ દેશના ઝૂઝીઓને, તથા શાવેહકિર્યાથાઈમ દેશના એમીઓને,


અને મોટીએ એક દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ તેણે ‘મોઆબ’ પાડયું; તે આજ સુધીના આબીઓનો આદિપિતા છે.


હવે, જુઓ, આમ્મોનીઓ, મોઆબીઓ તથા સેઈર પર્વતના લોકો ઉપર ઇઝરાયલને મિસર દેશમાંથી નીકળતી વખતે તમે હલ્લો કરવા ન દીધો, પણ તેઓ ફંટાઈને બીજે માર્ગે ગયા, અને તેઓનો નાશ ન કર્યો.


કેમકે યહોવાનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખૂંદાશે.


તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.


“હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.


અદોમ, મોઆબ તથા આમ્મોનીઓ;


અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, સૂરના રાજા પાસે, તથા સિદોનના રાજા પાસે તે મોકલ.


મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


“અટારોથ, તથા દિબોન, તથા યાઝેર, તથા નિમ્રા, તથા હેશ્બોન, તથા એલાલે, તથા સબામ, તથા નબો, તથા બેઓન,


અને આલ્મોન-દિબ્લાથાઈમથી નીકળીને તેઓએ અબારીમ પર્વતોમાં નબોની સામે છાવણી કરી.


તથા કિર્યાથાઈમ તથા સિબ્મા તથા ખીણના પર્વત પરનું સેરેથશાહાર;


Follow us:

Advertisements


Advertisements