Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 4:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો નાદ સાંભળીશ?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 ક્યાં સુધી મારે યુદ્ધપતાકા જોવાની રહેશે? અને રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરવો પડશે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો સાદ સાંભળીશ?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો અને રણશિંગડાનો નાદ સાંભળવો?

See the chapter Copy




યર્મિયા 4:21
11 Cross References  

યર્મિયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય ગાતાં આવ્યાં છે, કેમ કે ઇઝરાયલમાં એમ કરવાનો નિયમ થયેલો છે, વિલાપ [ના પુસ્તક] માં તે લખેલાં છે.


નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો.


માટે પ્રભુએ કાસ્દીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરવી. એણે તેઓના પવિત્રસ્થાનમાં તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે, વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ. [યહોવાએ] તે બધાંને તેના હાથમાં સોંપ્યાં.


મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કરીને દેશ ઉપર સો તાલંત રૂપાનો તથા એક તાલંત સોનાનો કર નાખ્યો.


અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં જ દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.


નાશ ઉપર નાશના સમાચાર આવે છે, કેમ કે આખો દેશ લૂંટાયો છે. એકદમ મારા તંબુઓ, પલક વારમાં મારા પડદા લૂંટાયા છે!


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


‘ના; અમે તો મિસર દેશમાં જઈશું, ત્યાં લડાઈ અમારા જોવામાં આવશે નહિ. રણશિંગડાનો અવાજ અમારા સાંભળવામાં આવશે નહિ, ને અમે ભૂખ્યા રહીશું નહિ; ત્યાં અમે રહીશું.’”


હે બિન્યામીનના પુત્રો, યરુશાલેમમાંથી જીવ લઈને નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો, ને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો; કેમ કે ઉત્તરથી વિપત્તિ તથા મોટો નાશ આવે છે.


Follow us:

Advertisements


Advertisements