Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 4:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા કહે છે, “હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી તરફ ફર; અને જો તું તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કરીશ, અને ડગી જઈશ નહિ,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી પાસે પાછો આવ. તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કર અને ફરી મારાથી દૂર જઈશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો તું મારી પાસે જ પાછો આવ, તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે અને ફરીથી ખોટે માર્ગે જતો નહિ

See the chapter Copy




યર્મિયા 4:1
38 Cross References  

અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો;


જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર [દેવી] આશ્તોરેથને માટે, મોઆબીઓના ધિક્કારપાત્ર કમોશને માટે, ને આમ્મોનપુત્રોના ધિક્કારપાત્ર મિલ્કોમને માટે યરુશાલેમની સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલાં હતાં, તેઓને રાજાએ આશુદ્ધ કર્યા.


વળી ભૂવાઓ, જાદુગરો, તરાફીમ, મૂર્તિઓ, ને જે બધી ધિક્કારપાત્ર વસ્તુઓ યહૂદિયા દેશમાં તથા યરુશાલેમમાં જોવામાં આવી. તેઓને યોશિયાએ દૂર કરી, જેથી યહોવાના મંદિરમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.


જ્યારે આસાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યાં ત્યારે તેણે હિંમ્મત રાખીને યહૂદિયા તથા બિન્યામીનનાં આખા દેશમાંથી તથા જે નગરો તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જીતી લીધાં હતાં તેઓમાંથી તેણે ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સમરાવી.


મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ, વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલમાં લાવશે, તો જે દેશ મેં તમારા પિતૃઓને ઠરાવી આપ્યો છે, તેમાંથી ઇઝરાયલના પગ હું ફરીથી કદી ખસેડીશ નહિ.


યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી; અને ઇઝરાયલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને અનુસરતા રહ્યા.


હે ઇઝરાયલીઓ જેમની સામે તમે ભારે ફિતૂર કરેલું છે, તેમની તરફ ફરો.


તે માટે યહોવા કહે છે, “જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ, અને મારી આગળ તું ઊભો રહીશ; અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહિ.


વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.


માટે હવે ચાલ, તું યહૂદિયાનાં માણસોને તથા યરુશાલેમના રહેવાસીઓને કહે, યહોવા કહે છે કે, જુઓ હું તમારા પર વિપત્તિ લાવવાની પેવી કરું છું, ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરો, ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો.


હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ; જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ થશે.


તેઓએ કહ્યું, ‘તમે પોતપોતાના કુમાર્ગથી તથા પોતપોતાનાં દુષ્કર્મોથી ફરો, ને જે ભૂમિ યહોવાએ તમને તથા તમારા પૂર્વજોને પુરાતન કાળથી આપી છે ત્યાં સદાકાળ વસો;


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ‘હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર, યહોવા એમ કહે છે; હું ક્રોધાયમાન દષ્ટિથી તમને જોઈશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું દયાળું છું, હું સર્વકાળ [કોપ] કાયમ રાખીશ નહિ.


વળી યહોવા કહે છે, “હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો; કેમ કે હું તમારો માલિક છું; અને દરેક નગરમાંથી તમારામાંના એકકને, તથા [દરેક] કુળમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોનમાં પાછા લાવીશ;


હે મારો ત્યાગ કરનાર પુત્રો, તમે ફરો, તમારું પાછું હઠવું હું સુધારીશ.” [તું કહે છે,] “જો અમે તારી તરફ આવ્યા છીએ; કેમ કે તમે યહોવા અમારા ઈશ્વર છો.


મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.


જે સર્વ વિપત્તિ હુમ તેઓ પર લાવવા ધારું છું તે યહૂદાના વંશજો કદાચિત સાંભળે, જેથી તેઓ પોતપોતાના દુષ્ટ માર્ગોથી ફરે, અને હું તેઓના અપરાધોની તથા તેઓનાં પાપોની ક્ષમા કરું.”


હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.


સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલનો ઈશ્વર, કહે છે કે, તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ.


કેમ કે જો તમે ખરેખર તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો; જો આડોશી પડોશીની વચ્ચે તમે ન્યાય કરો;


તો આ સ્થળે, એટલે જે ભૂમિ તમારા પૂર્વજોને મેં પુરાતન કાળથી આપી તેમાં હું તમને સદાકાળ વસાવીશ.


તેઓ ત્યાં આવીને ત્યાંની સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા ત્યાંની સર્વ તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.


વ્યાજે નાણાં આપ્યાં હોય, ને વટાવ લીધો હોય; તો શું તે જીવશે? તે જીવવા પામશે જ નહિ. તેણે આ સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે; તે નક્કી માર્યો જશે; તેનું રક્ત તેને માથે.


હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા પોતાના રાજાઓનાં મુડદાં મારી આગળથી દૂર કરે, એટલે હું સદા તેઓમાં વસીશ.


હે ઇઝરાયલ, તારા ઈશ્વર યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે.


તમારી માને આજીજી કરો, તેને સમજાવો; કેમ કે તે મારી સ્ત્રી નથી, ને હું તેનો ધણી નથી. અને [તેને કહો કે] તે પોતાના વ્યભિચાર પોતાના મુખ પરથી, ને પોતાનાં જારકર્મ પોતાનાં સ્તનોમાંથી દૂર કરે,


તેઓ પાછા આવે છે, પણ આકાશવાસી તરફ નહિ; તેઓ નિશાન ચૂકવે એવા ધનુષ્યના જેવા છે. તેઓના અમલદારો પોતાની જીભના જુસ્સાને લીધે તરવારથી માર્યા જશે:આને લીધે મિસર દેશમાં તેમની હાંસી થશે.


તોપણ, યહોવા કહે છે, “અત્યારે તમે તમારા ખરા અંત:કરણથી, તથા ઉપવાસ, રુદન, અને વિલાપસહિત મારી પાસે પાછા આવો.


તમારા પૂર્વજો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા હતા કે, ‘સૈન્યોના [ઇશ્વર] યહોવા એમ કહે છે કે, તમે હવે તમારા કુમાર્ગોથી તથા તમારાં કુકર્મોથી ફરો, ’ પણ તેઓએ સાંભળ્યું નહિ, ને મારા તરફ લક્ષ પણ આપ્યું નહિ, તેઓના જેવા તમે ન થાઓ, એમ યહોવા કહે છે.


‘જે માણસ કોતરેલી કે ગાળેલી [ધાતુની] એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ, જે યહોવાને અમંગળ લાગે છે, તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, ‘આમેન.’


જ્યારે તું સંકટમાં હોય, ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય, ત્યારે આખરે તું યહોવા તારા ઈશ્વરની તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશે.


તો હવે યહોવાનું ભય રાખો, ને પ્રામાણિકપણાથી ને સત્યતાથી તેમની સેવા કરો; અને નદીની પેલી બાજુ તથા મિસરમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા, તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”


Follow us:

Advertisements


Advertisements