Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 3:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 શું હવે તું પોકારીને મને નહિ કહે, ‘હે મારા પિતા, તમે મારી યુવાવસ્થાના સાથી છો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 અને હવે તું મને કહે છે, ‘ઓ બાપ રે, તમે તો મારા યૌવનના મિત્ર છો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી, ‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો, તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’

See the chapter Copy




યર્મિયા 3:4
16 Cross References  

જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.


કેમ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણા દોરનાર થશે.


હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.


કેમ કે, હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો; મારી જુવાનીથી હું તમારા પર ભરોસો [રાખું છું].


ભોળાને ચતુરાઈ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે;


તે તો પોતાની યુવાવસ્થાના મિત્રને તજી દે છે, અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે;


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


તેઓ થકને કહે છે, ‘તું મારો પિતા છે: ’ અને પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’ તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે; તોપણ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે, “તું ઊઠીને અમને તાર.”


પણ મેં કહ્યું, “હું તને પુત્રોમાં કેમ ગણું? અને આનંદમય દેશ, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો, હું તને કેમ આપું? મેં ધાર્યું હતું કે, તું મને તારો પિતા કહીશ, તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહિ.


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


તેઓ રડતાંકકળતાં ને વિનંતીઓ કરતાં આવશે, ને હું તેઓને દોરીશ; અને ઠોકર નહિ વાગે એવા સીધા માર્ગમાં હું તેઓને પાણીનાં નાળાંઓ પાસે ચલાવીશ; કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, ને એફ્રાઈમ મારો જ્યેષ્ઠ પુત્ર છે.


અને હું તેને ત્યાંથી તેની દ્રાક્ષાવાડીઓ તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ; અને જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં [કરતી] તેમ તે ત્યાં ઉત્તર આપશે.”


હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના [ઇશ્વર] યહોવા તમને પૂછે છે, ‘પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન કયાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?’ તમે પૂછો છો, ‘કઇ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે?’


તો પણ તમે પૂછો છો કે “શા માટે [એમ થાય છે.] ?” કારણ તો એ છે કે, યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે કે, જે પત્ની તારી સાથે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં, તેને તેં દગો દીધો છે.


Follow us:

Advertisements


Advertisements