Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 27:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, સૂરના રાજા પાસે, તથા સિદોનના રાજા પાસે તે મોકલ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે. તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમ્મોનીઓના રાજા પાસે, તૂર અને સિદોનના રાજાઓ પાસે તે મોકલ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને યહૂદિયાના રાજા સિદકિયાના દરબારમાં આવેલા તેના એલચીઓ મારફતે સંદેશા મોકલ:

See the chapter Copy




યર્મિયા 27:3
12 Cross References  

નબૂખાદનેસ્સાર રાજાએ તેને ઈશ્વરના સોગન ખવડાવ્યા હતા, તોપણ તેની સામે તેણે બળવો કર્યો; તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહિ કરવાને પોતાનું અંત:કરણ કઠણ કર્યું.


હે સિદોન, તું લજિજત થા, કેમ કે સમુદ્ર, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, “હું પ્રસવવેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.”


યહૂદિયાના રાજા સિદકિયાની આગળ આ સર્વ વચન પ્રમાણે મેં કહ્યું, “તમે તમારી ગરદનો પર બાબિલના રાજાની ઝૂંસરીઓ મૂકશો, ને તેના તથા તેના લોકના દાસ થશો, તો તમે જીવતા રહેશો.


વળી તેઓને પોતપોતાની સરકારોને કહેવાની આજ્ઞા આપ કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે,


વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના પાંચમા મહિનામાં, ગિબ્યોનમાંના આઝઝુરના પુત્ર હનાન્યા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ મને કહ્યું,


“હે મનુષ્યપુત્ર. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સેન્ય પાસે તૂરની વિરુદ્ધ ભારે પ્રયત્ન કરાવ્યો, દરેકનું માથું બેડું થઈ ગયું, ને દરેકના ખભા છોલાઈ ગયા; તોપણ તૂરની વિરુદ્ધ જે પ્રયત્ન તેણે કર્યો હતો તેને માટે તેને કે તેના સૈન્યને તૂર પાસેથી કંઈ બદલો મળ્યો નહિ.


યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી.


Follow us:

Advertisements


Advertisements