યર્મિયા 26:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કદાચ તેઓ સાંભળે, ને દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરે; અને તેઓના દુષ્કર્મોને લીધે તેઓને જે દુ:ખ દેવાનો વિચાર હું કરું છું તે વિષે હું પસ્તાઉં.” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 કદાચ, લોકો સાંભળીને પોતાનાં દુષ્ટ આચરણ તજી દે. જો એવું બને તો તેમનાં દુષ્ટ આચરણને લીધે જે મહાન વિપત્તિ હું તેમના પર લાવવાનો હતો તે વિષેનો મારો વિચાર હું માંડી વાળીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે શિક્ષા હું તેઓને આપવાનો વિચાર કરું છું. તે હું તેઓ પર ન મોકલું. See the chapterપવિત્ર બાઈબલ3 કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું. See the chapter |
ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.
તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.