Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 26:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે સરદારોએ તથા સર્વ લોકોએ યાજકોને તથા પ્રબોકોને કહ્યું:“આ માણસ મરણદંડને લાયક નથી; કેમ કે આપણા ઈશ્વર યહોવાને નામે તે આપણી આગળ બોળ્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. કેમ કે તે આપણા ઈશ્વર યહોવાહને નામે બોલ્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. એણે આપણા દેવ યહોવાને નામે આપણને સંભળાવ્યું છે.”

See the chapter Copy




યર્મિયા 26:16
19 Cross References  

જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગાએથી મળશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે; અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે.?”


મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે?


જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહસંપમાં રાખે છે.


યાજકોએ તથા પ્રબોધકોએ સરદારોને તથા સર્વ લોકને કહ્યું, “આ માણસ મરણદંડને યોગ્ય છે; કેમ કે તમે તમારે કાને સાંભળ્યું છે તેવું આ નગરની વિરુદ્ધ તેણે ભવિષ્ય કહ્યું છે.”


સર્વ સરદારો તથા સર્વ લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે દરેક પોતાના દાસને ને પોતાની દાસીને છોડી મૂકે, ને હવે પછી તેઓની પાસે સેવા કરાવે નહિ; એ કરાર પાળીને તેઓએ તેઓને છોડી મૂક્યાં;


ત્યારે સરદારોએ બારુખને કહ્યું, “જા, તું તથા યર્મિયા બન્ને સંતાઈ જાઓ; અને તમે ક્યાં છો, તે કોઈને માલૂમ પડે નહિ.”


વળી તે ઓળિયું બાળી નહિ નાખવા માટે એલ્નાથાને, દલાયાએ તથા ગમાર્યાએ રાજાને વિનંતી કરી; તોપણ તેણે તેઓનું કહેવું માન્યું નહિ.


સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો, ને યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે [મકાન] ને તેઓએ કેદખાનું બનાવ્યું હતું.


ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.”


આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ] ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.”


જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “ખરેખર આ તો ન્યાયી માણસ હતા.”


ત્યારે મને માલૂમ પડ્યું કે તેઓના નિયમશાસ્‍ત્રની બાબતો સંબંધી તેઓ એના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેના પર મૂકતા નથી.


ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્‍ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?”


પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે સમ્રાટની પાસે ઇન્સાફ માગ્યો, તેથી મેં તેને [રોમ] મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે.


Follow us:

Advertisements


Advertisements