Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 26:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યાજકોએ તથા પ્રબોધકોએ સરદારોને તથા સર્વ લોકને કહ્યું, “આ માણસ મરણદંડને યોગ્ય છે; કેમ કે તમે તમારે કાને સાંભળ્યું છે તેવું આ નગરની વિરુદ્ધ તેણે ભવિષ્ય કહ્યું છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઈએ, કેમ કે તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે જેમ તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે!”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓ અને લોકોને સંબોધીને કહ્યું, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઇએ, કારણ, તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે તે તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે.”

See the chapter Copy




યર્મિયા 26:11
13 Cross References  

પણ હે યહોવા, મને મારવા માટે મારી વિરુદ્ધ તેઓની બધી મસલત તમે જાણો છો. તેઓના અન્યાયની ક્ષમા ન કરો, ને તમારી દષ્ટિ આગળથી તેઓનું પાપ ભૂંસી ન નાખો; પણ તેઓને તમારી નજર આગળ પટકાવી પાડો. તમે તમારા કોપને સમયે તેઓને જોઈ લો.”


ત્યારે સરદારોએ તથા સર્વ લોકોએ યાજકોને તથા પ્રબોકોને કહ્યું:“આ માણસ મરણદંડને લાયક નથી; કેમ કે આપણા ઈશ્વર યહોવાને નામે તે આપણી આગળ બોળ્યો છે.”


ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, “કૃપા કરીને આ માણસને મારી નંખાવો; કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવાં વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ આ લોકોનું હિત નહિ, પણ નુકસાન ઇચ્છે છે.”


તમે શું ધારો છો?” અને તેઓએ ઉત્તર આપ્યો, “એ મરણજોગ છે.”


તેઓએ ઉત્તર આપ્યો, “જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે એને તમને સોંપત નહિ.”


યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો, “અમારે નિયમશાસ્‍ત્ર છે, તે નિયમશાસ્‍ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ. કેમ કે એણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.”


તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી; પછી તેઓએ બૂમ પાડીને કહ્યું, “એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી.”


પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે, જે વાત બોલવાની મેં તેને આ આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે, તે પ્રબોધક માર્યો જશે.’


ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, “તારા દીકરાને બહાર કાઢ, કે તે માર્યો જાય; કેમ કે તેણે બાલની ય વેદી તોડી પાડી છે, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] ને કાપી નાખી છે.”


Follow us:

Advertisements


Advertisements