Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 24:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “યહોવા, જે ઇઝરાયલના ઈશ્વર, તે કહે છે કે, યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગામાંથી ખાલદીઆ દેશમાં મેં તેઓના હિતને માટે મોકલ્યા છે, તેઓને આ સારાં અંજીરના જેવા હું ગણીશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “યહૂદિયામાંથી જે લોકો બંદીવાસમાં ગયા છે. જેમને મેં અહીંથી ખાલદીઓના દેશમાં મોકલ્યા છે તેઓને હું આ સારાં અંજીર જેવા માનું છું.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

5 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું.

See the chapter Copy




યર્મિયા 24:5
21 Cross References  

દુ:ખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો; પણ હમણાં હું તમારું વચન પાળું છું.


હું દુ:ખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે; કેમ કે હું તમારા વિધિઓ શીખ્યો.


યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:


કેમ કે જે ઇરાદા હું તમારા વિષે રાખું છું તેઓને હું જાણું છું. એવું યહોવા કહે છે. એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.


માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલમાં મોકલ્યા છે, તે તમે સર્વ યહોવાનુમ વચન સાંભળો.


જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે,


એ માટે કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું તમને વિદેશીઓમાંથી ભેગા કરીશ, ને જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી એકત્ર કરીને હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.


જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે‍ ચાલે ને મારા નિયમો પાળે, ને તેમનો અમલ કરે. અને તેઓ મારી પ્રજા થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.


અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે, ત્યારે હું તેઓને તજીશ નહિ, ને તેઓનો પૂરો નાશ કરવાને, ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા માટે હું તેમનાથી કંટાળી જઈશ નહિ, કેમ કે હું યહોવા તેઓનો ઈશ્વર છું.


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


પણ તેણે ઉત્તર વાળ્યો, ‘હું તમને ખચીત કહું છું કે હું તમને ઓળખતો નથી.’


મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.


વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.


પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.


પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતાં ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિર્માલ્ય જેવાં તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો


જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.


Follow us:

Advertisements


Advertisements