Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 24:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું તો અંજીર જોઉં છું; જે અંજીર સારાં છે, તેઓ બહુ સારાં છે; અને જે બગડી ગયેલાં છે, તેઓ બહુ બગડી ગયાં છે, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તે પછી પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તેં શું જોયું?” મેં ઉત્તર આપ્યો, “હું અંજીર જોઉં છું. સારાં અંજીર ખૂબ સારાં છે અને ખરાબ અંજીર ખવાય પણ નહિ એટલાં બગડી ગયેલાં છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

See the chapter Copy




યર્મિયા 24:3
10 Cross References  

યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ, ને હું તેઓને ખવાય નહિ એટલે સુધી બગડી ગયેલાં તથા સડી ગયેલાં અંજીરોના જેવા કરી નાખીશ.


યહોવાએ મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે?” મેં કહ્યું “એક ઓળંબો.” ત્યારે પ્રભુએ કહ્યું, ”જો, હું મારા ઇઝરાયલ લોકોમાં ઓળંબો મૂકીશ. હું ફરીથી કદી તેમને દરગુજર કરીશ નહિ.


તેમણે મને પૂછ્યું, “આમોસ, તું શું જુએ છે?” ત્યારે મેં ક્હ્યું, “ઉનાળામાં થતાં ફળની એક ટોપલી.” ત્યારે યહોવાએ મને કહ્યું, “મારા ઇઝરાયલ લોકોનો અંત આવી પહોચ્યો છે. હું હવે પછી કદી પણ તેમને દરગુજર કરીશ નહિ.”


તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.


તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ વીસ હાથ, ને તેની પહોળાઈ દશ હાથ છે.”


(પૂર્વે ઇઝરાયલમાં કોઈ ઈશ્વરની સલાહ લેવાને જતો, ત્યારે તે કહેતો, કે ‘ચાલો આપણે દષ્ટા પાસે જઈએ;’ કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દષ્ટા કહેવાતો હતો.)


Follow us:

Advertisements


Advertisements