Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 હું, યહોવા આ પ્રમાણે તમને કહું છું; ન્યાયથી અને સદાચારથી વતોર્, જે વ્યકિત તેના જુલ્મીના હાથે લૂંટાઇ ગઇ છે તેને બચાવો; પરદેશીઓ, અનાથો અને વિધવાઓ પ્રત્યે હિંસા આચરો નહિ, આ સ્થાને નિર્દોષનું લોહી રેડશો નહિ.

See the chapter Copy




યર્મિયા 22:3
49 Cross References  

ઇઝરાયલના ઈશ્વરે કહ્યું, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે, તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે,


કેમ કે જે નિર્દોષ રક્તથી યરુશાલેમને ભરી દીધું હતું, તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતા.


તેં વિધવાઓને ખાલી હાથે કાઢી મૂકી છે, અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.


અનાથ બાળકોને ધાવતાં ખેંચી લેનારા, તથા ગરીબોનાં અંગ પરનાં [વસ્ત્રો] ગીરોમાં લેનારા પણ છે;


અનાથોના પિતા, અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.


અશક્ત તથા દરિદ્રીનો છૂટકો કરો; દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.


તેઓ ન્યાયીઓને દુ:ખ આપવા એકત્ર થાય છે, અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે.


તેઓ વિધવાને તથા પરદેશીને કતલ કરે છે, તેઓ અનાથને મારી નાખે છે.


અને તું પરદેશીને હેરાન ન કર, ને તેના પર જુલમ ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા.


તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુ:ખ ન દો.


અસલનાં સીમા-પથ્થરો ન ખસેડ; અને અનાથનાં ખેતરોમાં પ્રવેશ ન કર;


એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


[પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?


ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી, અને ભટકતા ગરીબોને ઘેર લાવવા, શું તે ઉપવાસ નથી? નગ્નને જોઈને તારે તેને [વસ્ત્ર] પહેરાવવું, ને તારા બંધુઓથી મોં સંતાડવું નહિ.


તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.


હે દાઉદના વંશજો, યહોવા કહે છે કે, સવારે ન્યાય કરો, ને જે લૂંટાયો છે તેને જુલમગારના હથમાંથી છોડાવો, રખેને તમારાં કર્મોની દુષ્ટતાને લીધે મારો કોપ અગ્નિની જેમ સળગી ઊઠે, ને તેને હોલવનાર કોઈ મળે નહિ.


પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”


ત્યારે સરદારોએ તથા સર્વ લોકોએ યાજકોને તથા પ્રબોકોને કહ્યું:“આ માણસ મરણદંડને લાયક નથી; કેમ કે આપણા ઈશ્વર યહોવાને નામે તે આપણી આગળ બોળ્યો છે.”


તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.


પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે, મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો; તમારું હિત થાય, માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.


પણ જે કોઈ અભિમાન કરે તે આ વિષે અભિમાન કરે કે, તે સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ. કરનાર યહોવા છું; કેમ કે તેઓમાં મારો આનંદ છે, ” એમ યહોવા કહે છે.


કોઈનો દાવો બગાડવો, એ પ્રભુને યોગ્ય લાગતું નથી.


દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


તારી અંદર માત-પિતાનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. તારી અંદર પરદેશીઓ પર કેર વર્તાવવામાં આવ્યો છે. તારી અંદર અનાથ પર તથા વિધવાઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે.


પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો, ને દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવા યૂસફના બાકી રહેલાઓ પર કૃપા રાખે.


પણ ન્યાયને પાણીની જેમ, ને નેકીને મોટી નદીની જેમ વહેવા દો.


તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.”


હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્‍ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.


તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્‍ન તથા વસ્‍ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે,


પરદેશીનો કે નબાપાનો ન્યાય તું ન મરડ. તેમ જ વિધવાનું વસ્‍ત્ર ઘરેણે ન રાખ.


જો કોઈ માણસ ઇઝરાયલનાં સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે, ને તેની પાસે ગુલામી કરાવે, અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય. એમ તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.


જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો.


‘જે પરદેશીનો, કે અનાથનો કે વિધવાનો અન્યાય કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


Follow us:

Advertisements


Advertisements