Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 21:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહોવા કહે છે, હિતને માટે નહિ, પણ વિપત્તિને માટે મેં આ નગરની સામે મારું મુખ ફેરવ્યું છે; તે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, ને તેને આગ લગાડી બાળી નાખશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે આ નગરનું ભલું નહિ, પણ વિનાશ કરવાને મેં મારું મુખ ફેરવ્યું છે’ એમ યહોવાહ કહે છે. ‘તેને બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે બાળી દેવામાં આવશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 કારણ કે આ નગરનું ભલું નહિ પણ વિનાશ કરવાનો મેં નિરધાર કર્યો છે, તેને બાબિલના રાજાના હાથમાં સોપી દેવામાં આવશે અને બાળીને રાખ કરી દેવામાં આવશે.’” આ યહોવાના વચન છે.

See the chapter Copy




યર્મિયા 21:10
26 Cross References  

તેઓએ ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું તથા યરુશાલેમનો કોટ તોડી પાડ્યો, ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા, તથા તેઓમાંનાં સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો.


જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે યહોવાનું મુખ તેઓની વિરુદ્ધ છે.


પણ જો તમે સાબ્બાથના દિવસને પવિત્ર માનવાનું, તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડયા વગર અંદર પેસવાનું મારું (વચન) સાંભળશો નહિ, તો હું તેના દરવાજાઓમાં અગ્નિ સળગાવીશ, ને યરુશાલેમના રાજમહેલોને બાળીને ભસ્મ કરશે, ને તે હોલવાશે નહિ.”


તો હું આ મંદિરને શીલો જેવું કરી નાખીશ, ને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં આ નગરને શાપિત કરીશ.”


લોકો ખાલદીઓની સાથે લડવા આવ્યા, પણ જે માણસોને મેં મારા કોપથી તથા ક્રોધથી હણ્યા, ને જેઓની બધી દુષ્ટતાને લીધે મેં મારું મુખ આ નગરથી ફેરવ્યું છે, તેઓનાં મુડદાંઓથી તે ઘરો ભરાઈ જશે.


યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જઈને તેને કહે, ‘યહોવા કહે છે કે, જો, હું આ નગર બાબિલના રાજાના હાથમાં સોંપીશ, ને તે તેને આગ લગાડીને બાળી નાખશે.


યહોવા કહે છે, જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે ને તેને જીતી લેશે, ને તેને આગ લગાડીને બાળી નાખશે. અને હું યહૂદિયાનાં નગરોને વસતિહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”


ત્યારે ય્રમિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જો તમે બાબિલના રાજાના સરદારોને શરણે જશો, તો તમારો જીવ બચશે, ને આ નગરને આગ લગાડીને બાળી નાખવામાં આવશે નહિ. અને તમે તથા તમારા ઘરનાં માણસો જીવતાં રહેશો.


પણ જો તમે બાબિલના રાજાના સરદારોને શરણે નહિ થાઓ, તો આ નગર ખાલદીઓના હાથમાં સોંપવામાં આવશે, ને તમે તેઓના હાથમાંથી છૂટશો નહિ.”


તેઓ તમારી સર્વ સ્ત્રીઓને તથા તમારાં છોકરાંને ખાલદીઓની પાસે લઈ જશે. તમે પણ તેઓના હાથમાંથી છૂટશો નહિ, પણ બાબિલના રાજાના હાથથી પકડાશો. અને તમે આ નગરને બાળી નંખાવશો.”


આ સર્વ વચનો માત્તાનના પુત્ર શફાટયાએ, પાશહૂરના પુત્ર ગદાલ્યાએ, શેલેમ્યાના પુત્ર યુકાલે તથા માલ્ખિયાના પુત્ર પાશહૂરે સાંભળ્યાં.


“તું જઈને હબશી એબેદ-મેલેખને કહે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, મારાં વચનો પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું એના પર વિપત્તિ લાવીશ, તે દિવસે તારી આગળ [એ વચનો] ફળીભૂત થશે.


ખાલદીઓએ રાજાના મહેલને તથા લોકોનાં ઘરોને આગ લગાડીને બાળી નાખ્યાં, ને યરુશાલેમનો કોટ તોડી પાડયો.


તેથી સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ, અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાનો નાશ કરીશ.


જુઓ, હું હિત કરવા માટે નહિ, પણ વિપત્તિ લાવવા માટે તેઓ પર નજર રાખું છું; અને જે યહૂદીઓ મિસર દેશમાં છે, તેઓ બધા પતી જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.


તેણે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાળી નાખ્યાં, અને યરુશાલેમનાં સર્વ ઘર, એટલે સર્વ મોટાં ઘર તેણે આગ લગાડીને બાળી નાખ્યાં.


હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


પછી તેને ખાલી કરીને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય, તેનું પિત્તળ તપી જાય, ને તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ બળી જાય.


અને ઇઝરાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ.


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


પણ હું યહૂદિયા પર અગ્નિ મોકલીશ, ને તે યરુશાલેમના મહેલોને ભસ્મ કરશે.”


વળી જો તેઓ પોતાના શત્રુઓની આગળ ગુલામગીરીમાં જાય તોપણ ત્યાં હું તરવારને આજ્ઞા કરીશ, ને તે તેઓનો સંહાર કરશે. હું હિતને માટે તો નહિ, પણ આપત્તિને માટે મારી ર્દષ્ટિ તેઓ પર રાખી રહીશ.”


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


Follow us:

Advertisements


Advertisements