Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 21:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહાવ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના રાજા સિદકિયાએ માલ્કિયાના પુત્ર પાશહૂર અને માસૈયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને યર્મિયા પાસે આવી વિનંતી કરવા મોકલ્યા:

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું, જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના દીકરા પાશહૂરને તથા માસેયા યાજકના દીકરા સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,

See the chapter Copy




યર્મિયા 21:1
20 Cross References  

“તમે જઈને આ મળેલા પુસ્તકમાંનાં વચનો વિષે મારે માટે, લોકો માટે તથા સર્વ યહૂદિયા માટે યહોવાને પૂછો; કેમ કે આપણા વિષે જે બધું લખેલું છે તે પ્રમાણે કરવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ કાન ધર્યો નથી, તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.”


યોશિયાના પુત્રો:તેનો જ્યેષ્ઠપુત્ર યોહાનાન બીજો યહોયાકીમ; ત્રીજો સિદકિયા; ચોથો, શાલ્લુમ.


માલ્કિયાના પુત્ર પાશ્હૂરના પુત્ર યરોહામનો પુત્ર અદાયા. ઇમ્મેરના પુત્ર મશિલ્લેમિથના પુત્ર મશુલ્લામના પુત્ર યાહઝેરાના પુત્ર અદીએલનો પુત્ર માસાય;


માટે પ્રભુએ કાસ્દીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરવી. એણે તેઓના પવિત્રસ્થાનમાં તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા. યુવાન, યુવતી, પ્રૌઢ કે, વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ. [યહોવાએ] તે બધાંને તેના હાથમાં સોંપ્યાં.


અને તેઓના ભાઈઓ જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા; માલ્કિયાના પુ્ત્ર પાશહૂરના પુત્ર ઝખાર્યાના પુત્ર આમ્સીના પુત્ર પલાલ્ચાના પુત્ર યરોહામનો પુત્ર અદાયા,


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, તેં તારે પોતાને નામે યરુશાલેમમાંના સર્વ લોકો ઉપર, માસેયાના પુત્ર સફાન્યા યાજક તથા સર્વ યાજકો ઉપર પત્રો મોકલીને કહેવડાવ્યું છે,


સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકના સાંભળતાં વાંચી સંભળાવ્યો.


હું યહોવાના મંદિરમાં લાવ્યો; સરદારોના ઓરડાની પાસે દરવાન શાલુમના પુત્ર માસેયાના ઓરડા ઉપર, ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા;


હવે યહોયાકીમના પુત્ર કોનિયાને સ્થાને યોશિયાના પુત્ર સિદકિયા રાજાએ રાજ કર્યું, એને તો બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા દેશનો રાજા નીમ્યો હતો.


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માસેયાના પુત્ર સફાન્યા યાજકને યર્મિયા પ્રબોધકની પાસે મોકલીને તેઓની મારફત કહેવડાવ્યું, “તું અમારે માટે આપણા ઈશ્વર યહોવાને વિનંતી કર.”


યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય નીકળ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.


યર્મિયાએ સર્વ લોકોની આગળ કહ્યું, “યહોવા કહે છે કે, જે આ નગરમાં રહેશે તે તરવારથી, દુકાળથી, તથા મરકીથી મરણ પામશે; પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે, તે તેનો જીવ લૂંટ તરીકે ગણશે.


પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયા પ્રબોધકને યહોવાના મંદિરના ત્રીજા [દરવાજાના] નાકામાં પોતાની પાસે બોલાવ્યો; અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક વાત પૂછું છું; મારાથી તું કંઈ પણ ગુપ્ત રાખીશ નહિ.”


પછી રક્ષકટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, તેનાથી ઊતરતા યાજક સફાન્યાને તથા ત્રણ દરવાનને પકડી લીધા.


Follow us:

Advertisements


Advertisements