Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 2:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા? જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં, જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે? જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા અને અમને રેતી અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં, જ્યાં સદાકાળ દુકાળ અને અંધકાર હોય છે, જ્યાં નથી કોઇ માણસના ક્યારેય પગલાં પડ્યાં કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”

See the chapter Copy




યર્મિયા 2:6
26 Cross References  

અને એલિયાનો ઝભ્ભો જે એની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર અફાળીને કહ્યું, “એલિયાનો ઈશ્વર યહોવા ક્યાં છે?”અને જ્યારે એણે પણ પાણી પર માર્યું, ત્યારે પાણીના આમતેમ બે ભાગ થઈ ગયા. એટલે એલિશા પેલી પાર ગયો.


તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ. તે પર વાદળ ઠરી રહો. તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો.


પણ કોઈ એમ નથી કહેતું, ‘જે મને રાત્રે ગાયન કરાવે છે,


જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.


હું આગલા દિવસોનો, પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.


“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


કોઈ તમારે નામે વિનંતી કરતો નથી, કોઈ તમને ગ્રહણ કરવા માટે જાગૃત થતો નથી; કેમ કે તમે તમારું મુખ અમારી તરફથી ફેરવ્યું છે, ને અમારા અપરાધોને લીધે અમને પાણી પાણી કરી નાખ્યા છે.


અંધકાર થાય તથા તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય, અને તમે અજવાળાની રાહ જોતા હો, તેટલામાં તેને બદલે યહોવા મરણછાયા તથા ઘોર અંધકાર પેદા કરે, તે પહેલાં યહોવા તમારા ઈશ્વરને માન આપો.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ.


જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.”


તેનાં નગરો ઉજ્જડ, સૂકી ભૂમિ તથા વગડો થઈ ગયાં છે, તેમાં કોઈ માણસ રહેતું નથી, ને તેમાં થઈને કોઈ માણસ જતું આવતું નથી.


એક પ્રબોધકની હસ્તક યહોવા ઇઝરાયલને મિસરમાંથી બહાર લાવ્યા, ને પ્રબોધક દ્વારા તેનું રક્ષણ થયું.


“તોપણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું તારો ઈશ્વર યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ઈશ્વર, તું જાણતો નથી, ને મારા વગર બીજો કોઈ ત્રાતા નથી.


વળી હું તમને મિસરદેશમાંથી કાઢી લાવ્યો, ને તમને રણમાં ચાળીસ વર્ષ સુધી દોરીને અમોરીઓના દેશનું વતન અપાવ્યું.


જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”


અને આપણે હોરેબથી ઊપડ્યા, ને જે બધું વિશાળ તથા ભયંકર અરણ્ય તમે જોયું તે, યહોવા આપણા ઈશ્વરે આપણને આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પહાડી પ્રદેશને રસ્તે ચાલતાં, આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ-બાર્નેઆમાં આવી પહોંચ્યા.


તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યા. તે તેની આસપાસ [કોટરૂપ] રહ્યા, તેમણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની જેમ યહોવાએ તેનું રક્ષણ કર્યું.


અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.


ત્યારે ગિદિયોને તેને કહ્યું, “મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય, તો અમારે માથે આ સર્વ [વિપત્તિઓ] કેમ આવી પડી છે? યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યા શું, એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિષે અમને કહેતા હતા તે ક્યાં છે? પણ હમણાં તો યહોવાએ અમેન તજી દીધા છે, ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે.”


Follow us:

Advertisements


Advertisements