Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 17:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા તેઓની અશેરીમ [મૂર્તિઓ] નું સ્મરણ કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2-3 અશેરા દેવીને માટે દરેક લીલા વૃક્ષ નીચે, ટેકરાઓની ટોચે અને પર્વતોનાં શિખરો પર સ્થાપેલ તમારી વેદીઓ અને પ્રતીકોની તમે પૂજા કરો છો.** સમગ્ર દેશમાં તમે આચરેલા પાપને લીધે તમારી બધી ધનસંપત્તિ અને તમારો ખજાનો હું શત્રુઓને લૂંટી લેવા દઈશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે તેઓના લોકો દરેક ઊંચા પર્વતો પરનાં લીલા ઝાડ પાસે તેઓની વેદીઓ તથા તેઓની અશેરીમ મૂર્તિઓનું સ્મરણ કરે છે,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 કારણ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.

See the chapter Copy




યર્મિયા 17:2
15 Cross References  

તેઓએ પોતાના પોતૃઓના ઈશ્વર યહોવાના મંદિરને તજી દીધું, ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી. તેઓના એ અપરાધને લીધે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.


તેની પ્રાર્થના, માન્ય થયેલા તેના કાલાવાલા, તેણે દીનતા ધારણ કરી તે અગાઉનાં તેનાં સર્વ પાપ, તથા તેનું ઉલ્લંઘન, તથા જે જગાઓમાં તેણે ઉચ્ચસ્થાનો બાંધ્યાં, ને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ હોઝાયની તવારીખમાં લખેલાં છે.


કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં, તે તેણે ફરી બાંધ્યાં. વળી તેણે બાલીમને માટે વેદિઓ ઊભી કરી, અશેરોથ મૂર્તિઓ બનાવી, તથા આકાશના તારામંડળને ભજીને તેઓની સેવા કરી.


કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.


પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, ને તેમના સ્તંભોને ભાંગી નાખવા, ને તેમની અશેરા [મૂર્તિઓ] ને કાપી નાખવી.


કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો.


પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બવાવ્યું તેને, એટલે અશેરીમ મૂર્તિઓને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


મને રોષ ચઢાવવા માટે છોકરાં લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે, ને આકાશની રાણીને માટે રોટલી બનાવવાને સ્ત્રીઓ કણક ગૂંદે છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડે છે.”


જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.


જે જે દેશજાતિઓનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર, તથા ઊંચા ડુંગરો પર, તથા સર્વ લીલાં વૃક્ષ નીચે જે જે સ્થળોમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે ચોક્કસ નાશ કરવો.


અને ઇઝરયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને પોતાન ઈશ્વર યહોવાને વીસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી.


Follow us:

Advertisements


Advertisements