Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 17:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 [પ્રભુ કહે છે,] “યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે! તે તેઓના હ્રદયપટ પર તથા તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “હે યહૂદિયાના લોકો, તમારાં પાપ લોઢાની કલમથી અને હીરાકણીથી લખાયાં છે અને તમારા દયપટ પર અને તમારી વેદીના ખૂણા પર કોતરાયેલાં છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા વજ્રકણીથી લખેલું છે. તે તેઓના હૃદયપટ પર અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે; તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;

See the chapter Copy




યર્મિયા 17:1
15 Cross References  

કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.


તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રખ.


જો, મેં તને હથેલી પર કોતરી છે; તારા કોટ નિત્ય મારી સમક્ષ છે.


કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગર તેટલા તારા દેવ થયા છે! અને તમે તે નિર્લજ્જ વસ્તુને નામે યરુશાલેમના મહોલ્લાઓ જેટલી વેદીઓ બાંધી છે, એટલે બાલની આગળ ધૂપ બાળવા માટે વેદીઓ બાંધી છે.


કેમ કે જો તું પોતાને ખારાથી ધૂએ તથા પોતાને ઘણો સાબુ ચોળે, તોપણ તારા પાપના ડાઘા મારી નજરે દેખાય, ” એમ પ્રભુ યહોવા કહે છે.


પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.


હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?


શું ગિલ્યાદ અન્યાયી છે? તેઓ તદ્દન વ્યર્થતારૂપ છે. ગિલ્ગાલમાં તેઓ ગોધાઓનું બલિદાન આપે છે; હા, તેમની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી થશે.”


તેઓની બધી દુષ્ટતા મારા સ્મરણમાં છે. એવો તેઓ પોતાના મનમાં વિચાર કરતા નથી; તેમનાં પોતાનાં કામોએ તેમને ચોતરફ ઘેરી લીધા છે; તે [કામો] મારી નજર આગળ જ છે.


એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે.


અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લે, ને યજ્ઞ વેદીમાં શિંગ પર તે લગાડે, ને યજ્ઞ વેદીના થડમાં તેનું રક્ત ઢોળી દે.


હા, નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના [ઇશ્વર] યહોવાએ પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકોની હસ્તક મોકલ્યાં હતાં, તે રખેને તેઓ સાંભળે તે માટે તેઓએ પોતાનાં હ્રદય વજ્ જેવાં કર્યાં; તેથી સૈન્યોના [ઇશ્વર] યહોવાની હજૂરમાંથી ઉગ્ર કોપ આવ્યો.


તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે, જે [પત્ર] ની અમે સેવા કરી છે; શાહીથી તો નહિ, પણ જીવતા ઈશ્વરના આત્માથી; શિલાપટો પર નહિ પણ માંસના હ્રદયરૂપી પટો પર તે લખાયેલો છે.


Follow us:

Advertisements


Advertisements