Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 15:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને જ્યારે તેઓ તને પૂછશે કે, ‘અમે નીકળીને ક્યાં જઈએ?’ ત્યારે તું તેઓને કહે જે કે, યહોવા કહે છે કે, જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ; દુકાળને માટે નિર્માણ થયેલા છે તેઓ દુકાળ તરફ; અને બંદીવાન થવાને નિર્માણ થયેલા છે તેઓ બંદીવાન થવા જતા રહે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 જો તેઓ એમ પૂછે કે ‘અમારે ક્યાં જવાનું છે?’ તો તેમને કહેજે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેઓ રોગચાળાથી મરવાના છે તેઓ રોગચાળા તરફ જશે, જેઓ યુદ્ધમાં મરવાના છે તેઓ યુદ્ધ તરફ જશે, જેઓ દુકાળમાં મરવાના છે તેઓ દુકાળ તરફ જશે, અને જેઓ દેશનિકાલ માટે નિર્માણ થયા છે તેઓ દેશનિકાલ થશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે; જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તલવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તલવાર તરફ; જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.’”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 અને તેઓ તને જો એમ કહે; ‘પણ અમે ક્યાં જઇએ?’ ત્યારે તેઓને કહેજે: આ યહોવાના વચન છે: “‘જેઓ રોગથી મૃત્યુ પામવાના છે તેમણે ત્યાં જવું, જેઓ યુદ્ધમાં મૃત્યુ પામવાના છે તેમણે ત્યાં જવું, જેઓ દુકાળથી મૃત્યુ પામવાના છે તેમણે દુકાળ તરફ જવું, અને જેઓ બંદીવાસમાં જવા નિર્માયા છે તેમણે બંદીવાસમાં જવું.’

See the chapter Copy




યર્મિયા 15:2
18 Cross References  

બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની નીચે પડી રહ્યા વગર [રહેવાશે નહિ]. તે સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હથા હજી ઉગામેલો છે.


વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે; કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે.


જ્યારે તેઓ ઉપવાસ કરશે, ત્યારે તેઓની વિનંતી હું સાંભળીશ નહિ. જ્યારે તેઓ દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવશે, ત્યારે તેઓનો અંગીકાર હું કરીશ નહિ; પણ તરવારથી, દુકાળથી તથા મરકીથી હું તેઓનો નાશ કરીશ.”


વળી જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને દુકાળ તથા તરવારથી યરુશાલેમના મહોલ્લાઓમાં નાખી દેવામાં આવશે; અને તેઓને, તેઓની પત્નીઓને, તેઓના દીકરાઓને તથા તેઓની દીકરીઓને દાટવા માટે કોઈ રહેશે નહિ; કેમ કે હું તેઓ પર તેમની દુષ્ટતા રેડી દઈશ.’


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


વળી આ સ્થળમાં હું યહૂદિયા તથા યરુશાલેમની મસલત નિષ્ફળ કરીશ; અને તેઓને તેઓના શત્રુઓની આગળ તરવારથી, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથથી તેમને પાડીશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો તેઓનાં મુડદાં ખાઈ જશે.


તે આવીને મિસર દેશને પાયમાલ કરશે. મરણને માટે નિર્માણ થયેલાઓ માર્યા જશે, ને બંદીવાસમાં જશે, ને તરવારને માટે નિર્માણ થયેલાઓ તરવારથી માર્યા જશે.


તું કહે કે, હું તમારે માટે નિશાની છું; જેમ મેં કર્યું છે તેમજ તેમને કરવામાં આવશે. તેઓ પરદેશમાં, બંદીવાસમાં જશે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


તારે તેમને કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે જેઓ ઉજ્જડ સ્થળે હશે તેઓ નકકી તરવારથી માર્યા જશે, ને જે કોઈ ખુલ્લા મેદાનમાં હશે તેને હું ભક્ષ થવા મારે પશુઓને સોંપીશ, ને જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં હશે તેઓ મરકીથી મરણ પામશે.


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ તારે નગરના મધ્ય ભાગમાં અગ્નિમાં બાળવા; અને ત્રીજા ભાગનાને લઈને તેમની આસપાસ તારે તરવારથી ઝટકા મારવા; અને ત્રીજા ભાગનાને તારે પવનમાં ઉડાવી દેવા, અને હું તેમની પાછળ તરવાર ખેંચીશ.


અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલાં વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે; કેમ કે યરુશાલેમ પર જે [વિપત્તિ] પાડવામાં આવી છે તેવી [વિપત્તિ] આખા આકાશ નીચે [કોઈ સ્થળે] પડી નથી.


[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.


ત્યારે મેં કહું, હું તમારું પાલન કરીશ નહિ:જે મરે, તે ભલે મરે; અને જે ખોવાઈ જતું હોય, તે ભલે ખોવાઈ જાય. અને જેઓ રહ્યાં હોય તેઓ એકબીજાનું માંસ ભલ ખાય.


જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય, તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે, તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા [તેઓનો] વિશ્વાસ [રહેલાં] છે.


Follow us:

Advertisements


Advertisements