Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 15:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 “મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!

See the chapter Copy




યર્મિયા 15:1
32 Cross References  

અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો ને જયાં યહોવાની આગળ તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો.


યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.


માટે તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું; પણ તેઓનો સંહાર કરવાને થયેલા આ કોપને શમાવવાને તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો, અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.


તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.


બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે; પણ બદનામી કરાવનાર પર તેનો ક્રોધ હોય છે.


કેમ કે યહોવા કહે છે, “જુઓ, હું આ સમયે દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ ફેંકી દઈશ, ને તેઓને ખબર પડે એવું હું તેઓને દુ:ખ દઈશ.”


તે માટે તું આ લોકને માટે વિનંતી ન કર, ને તેમને માટે કાલાવાલા અથવા પ્રાર્થના ન કર; કેમ કે જ્યારે તેઓ પોતાની વિપત્તિને લીધે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.


વળી યહોવાએ મને કહ્યું, “આ લોકોના હિતને અર્થે પ્રાર્થના ન કર.


જ્યારે તેઓ ઉપવાસ કરશે, ત્યારે તેઓની વિનંતી હું સાંભળીશ નહિ. જ્યારે તેઓ દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવશે, ત્યારે તેઓનો અંગીકાર હું કરીશ નહિ; પણ તરવારથી, દુકાળથી તથા મરકીથી હું તેઓનો નાશ કરીશ.”


તે માટે યહોવા કહે છે, “જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ, અને મારી આગળ તું ઊભો રહીશ; અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહિ.


તે માટે હું તમને આ દેશમાંથી કાઢીને જે દેશ તમને તથા તમારા પૂર્વજોને અજાણ્યો છે, તેમાં હાંકી કાઢીશ; અને ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરશો. હું તમારા પર મહેરબાની રાખીશ નહિ.”


યહોવા કહે છે કે, શોક [કરનાર] ના ઘરમાં પેસતો ના, ને રડારોળ કરવા માટે જતો ના, ને તેઓને લીધે વિલાપ કરતો ના; કેમ કે મેં આ લોકો પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.


ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો એ વાતનું સ્મરણ કરો.


આ માણસ, એટલે કોનિયા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે?


તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ, ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેને હું મારી આગળથી દૂર કરીશ.


માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘રેખાબના પુત્ર યોનાદાબ [ના વંશ] માં મારી આગળ ઊભા રહેનાર માણસની ખોટ કદી પડશે નહિ.’”


યહોવાના કોપને લીધે યરુશાલેમમાં તથા યહૂદિયામાં અમે ચાલ્યા કર્યું, અને છેવટે યહોવાએ તેઓને પોતાની દષ્ટિ આગળથી ફેંકી દીધા. અને સિદકિયાએ બાબિલના રાજાની સામે બંડ કર્યું.


કેમ કે સિયોનમાંથી વિલાપનો અવાજ સંભળાયો છે, ‘અમે કેવા લૂંટાયા છીએ! અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે, અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારાં રહેઠાણોને પાડી નાખ્યાં છે!’”


ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ, એ ત્રણ માણસો તેમાં હોય તોપણ તેઓ પોતાની નેકીથી ફકત પોતાના જ જીવ બચાવશે, એમ પ્રભુ યહોવા કહે છે.


તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.


તેમની બધી દુષ્ટતા ગિલ્ગાલમાં છે, કેમ કે ત્યાં મને તેમાન પર દ્વેષ આવ્યો. તેઓનાં કૃત્યોની દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેઓ પર પ્રેમ રાખીશ નહિ. તેમના સર્વ અમલદારો ફિતૂરી છે.


યહોશુઆ તો મેલાં વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો.


તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતાં કહ્યું કે, હે યહોવા ઈશ્વર, તમારા લોક તથા તમારો વારસો જેઓને તમે તમારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તમે પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યા છો, તેઓનો નાશ ન કરો.


કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્રસ્થાન, જે ખરાનો નમૂનો છે, તેમાં ગયા નથી. પણ આકાશમાં જ ગયા કે, તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.


ઇઝરાયલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજીખુશીથી પોતાને અર્પી દીધા, તેઓની તરફ મારું હ્રદય છે; યહોવાને ધન્યવાદ આપો.


અને બધા લોકોએ શમુએલને કહ્યું, “ [આ] તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા ન જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે [આ] ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”


વળી મારા વિષે [પૂછો તો] , તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.


અને શમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ યહોવાને કર્યું; અને તેણે ઇઝરાયલીઓને માટે યહોવાને વિનંતી કરી; અને યહોવએ તેને ઉત્તર આપ્યો.


Follow us:

Advertisements


Advertisements