યર્મિયા 13:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે મેં ફ્રાતની પાસે જઈને ખોદ્યું, ને જે જગાએ મેં કમરબંધ સંતાડયો હતો, ત્યાંથી મેં તેને લઈ લીધો; અને જોયું તો તે કમરબંધ બગડી જઈને તદ્દન નકામો થઈ ગયો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેથી મેં યુફ્રેટિસ નદીએ જઈને ખોદયું અને જે જગ્યાએ મેં તે સંતાડી રાખ્યું હતું ત્યાંથી તે બહાર કાઢયું. અલબત્ત, કમરે બાંધવાનું એ વસ્ત્ર બગડી જઈને તદ્દન નકામું અને બીનઉપયોગી થઈ ગયું હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આથી હું ફ્રાત નદીએ પાછો ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો ત્યાં ખોદ્યું. પણ જુઓ! કમરબંધ બગડી ગયો હતો; તે સંપૂર્ણપણે નકામો થઈ ગયો હતો. See the chapterપવિત્ર બાઈબલ7 આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો. See the chapter |