Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 13:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેથી તું તેઓને આ વચન કહે:‘યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, બરણી દ્રાક્ષારસથી ભરકપૂર થશે, ’ ત્યારે તેઓ તને કહેશે, ‘શું અમે નથી જાણતા કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે?’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 પ્રભુએ મને કહ્યું, “તું યહૂદિયાના લોકોને આ કહેવત કહેજે, ‘દ્રાક્ષાસવની દરેક સુરાહી ભરેલી થશે.’ તેઓ એમ કહે કે, ‘શું અમે નથી જાણતા કે ‘દરેક સુરાહી દ્રાક્ષાસવથી ભરેલી થશે?’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી તું તે લોકોને આ વચન કહે કે; ‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે.” તેઓ તને જવાબ આપશે, ‘શું અમે નથી જાણતા કે, દરેક બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે?’

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 “યર્મિયા, તું તે લોકોને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; દ્રાક્ષારસની દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ’ અને તેઓ જવાબ આપશે, ‘અલબત્ત અમે ઘણી સારી રીતે જાણીએ છીએ કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ.’

See the chapter Copy




યર્મિયા 13:12
4 Cross References  

કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.


પછી તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે કે, જુઓ, આ દેશના સર્વ રહેવાસીઓને, એટલે જે રાજાઓ દાઉદના રાજ્યાસન પર બેઠેલા છે તેઓને, યાજકોને, પ્રબોધકોને તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓને હું છાકટા કરી નાખીશ.


જે તરવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ તે પીશે, ને ગાંડા બનીને લથડિયાં ખાશે.”


ત્યારે લોકોએ મને પૂછયું, “તું એ પ્રમાણે કરે છે, એ બધી વાતોને અમારી સાથે શો સંબંધ છે, તે તું અમને નહિ કહે?”


Follow us:

Advertisements


Advertisements