Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 12:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ, હે યહોવા તમે મને ઓળખો છો, તમે મને જુઓ છો, ને મારું હ્રદય તમારી સાથે કેવી રીતે વર્તે છે તે તમે પારખો છો; તેઓને ઘેટાંની જેમ કાપવા માટે કાઢો, તથા હિંસાના દિવસને માટે તેઓને તૈયાર કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ હે પ્રભુ, તમે મને ઓળખો છો અને મારું આચરણ જુઓ છો, અને મારા દયના વિચારોની પારખ કરો છો; ક્તલખાને લઈ જવાતા ઘેટાંની જેમ તેમને ઘસડી જાઓ; ક્તલના દિવસને માટે તેમને અલગ કરો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ હે યહોવાહ, તમે મને જાણો છો અને મને જુઓ છો અને તમે મારા અંત:કરણને પારખો છો. તેઓને ઘેટાંની પેઠે કાપવા માટે કાઢો. તથા હિંસાના દિવસને સારુ તૈયાર કરો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 હે યહોવા, તમે મને જાણો છો, તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે? તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા, અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક.

See the chapter Copy




યર્મિયા 12:3
23 Cross References  

હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલ્યો છું, ને તમારી ર્દષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો.”પછી હિઝકિયા બહુ રડ્યો.


હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


પરંતુ મારી ચાલચલગત તે જાણે છે; મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


યહોવા ન્યાયીઓને પારખે છે; ‍ પણ દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.


હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંત:કરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો;


તમે મારા હ્રદયને પારખ્યું છે; તમે રાત્રે મારી તપાસ રાખી છે. તમે મારી કસોટી કરી છે, અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો નથી. મારે મુખે હું અપરાધ કરીશ નહિ.


હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી.


દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો, પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા અંત:કરણને પારખે છે.


હે યહોવા, તમે [મારું બધું] જાણો છો; મેન સંભારો, મને દર્શન દો, ને મારા સતાવનારા ઉપર મારા વતી વૈર લો. તમારી સહનશીલતાની ખાતર મને લઈ જશો નહિ; યાદ રાખો કે મેં તમારે લીધે નિંદા સહન કરી છે.


હું તો તારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠયો નથી, ને મેં દુ:ખી દિવસની ઈચ્છા કરી નથી, એ તમે જાણો છો; મારા હોઠમાંથી જે નીકળ્યું તે તમારા મોઢા આગળ હતું.


જેઓ મારી પાછળ લાગે છે તેઓ લજ્જિત થાઓ, પણ હું લજ્જિત ન થાઉં; તેઓ ગભરાઓ, પણ હું ન ગભરાઉં; તેઓના ઉપર વિપત્તિનો દિવસ લાવો, ને તેઓને બમણા નાશથી નષ્ટ કરો.


પણ હે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ન્યાયની કસોટી કરનાર ને અંત:કરણ તથા હ્રદયને પારખનાર, તેમના ઉપર કરેલો તમારો પ્રતિકાર મને જોવા દો, કેમ કે મેં તમારી આગળ મારી દાદ જાહેર કરી છે.


જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મોઆબ ઉજ્જડ થયો છે, તનાં નગરોમાં [શત્રુઓ] ઘૂસી ગયા છે, તેના શ્રેષ્ઠ જુવાનો કતલ થવા માટે જ ઊતરી ગયા છે.


તેના સર્વ બળદોને મારી નાખો. તેઓને કતલ થવા માટે નીચે ઊતરી જવા દો! તેઓને અફસોસ! તેઓનો દિવસ, તેઓના શાસનનો સમય, આવ્યો છે.


તેઓ ખાલદીઓના દેશમાં કતલ થશે, અને તેના મહોલ્લાઓમાં વીંધાઈને નીચે પડશે.


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કતલના દિવસમાં તમે તમારાં હ્રદયોને પુષ્ટ કર્યા છે.


પણ તેઓ સ્વભાવે મૂર્ખ પશુ કે, જેઓ પકડવા તથા નાશ પામવા માટે સર્જાયેલાં છે, તેઓની જેમ જે વિષે તેઓ પોતે કંઈ જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાની ભ્રષ્ટતામાં નાશ પામશે, અને અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.


Follow us:

Advertisements


Advertisements