Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 11:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તોપણ તેઓએ માન્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ તેઓ સર્વ પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલ્યા. આ કરાર પાળવાને મેં તેઓને આજ્ઞા આપી હતી, પણ તેઓએ તે પાળ્યો નહિ, તેથી મારાં સર્વ વચન [પ્રમાણે] હું તેમના પર [વિપત્તિ] લાવ્યો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 છતાં તેઓ આધીન થયા નહિ, કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે તેઓ સૌ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા. મેં તેમને આજ્ઞા આપી હતી પણ તેમણે કરારની શરતો પાળી નહિ. તેથી એ બધી શરતો મુજબની સજા હું તેમના પર લાવ્યો છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ તેમણે માન્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ. પણ તેઓ પોતાના દુષ્ટ દુરાગ્રહ મુજબ ચાલ્યા. તેથી મેં આ કરાર પાળવાની તેમને આજ્ઞા આપી હતી. પણ તેનું તેઓએ પાલન કર્યું નહિ. તેથી તેઓનાં સર્વ વચન મુજબ હું તેઓના પર વિપત્તિ લાવ્યો.’”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”

See the chapter Copy




યર્મિયા 11:8
31 Cross References  

તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


તમારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને તમે તેઓને ચેતવણી આપી. તોપણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો, પણ તમારા હુકમો, ( જેમને જે કોઈ પાળે તે તેઓથી જીવે, ) તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા, ને હઠીલા થઈને પોતાની ગરદન અક્કડ કરી, અને સાંભળવા ચાહ્યું નહિ.


જે દુષ્ટ લોક મારાં વચન સાંભળવા ના પાડે છે, ને પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે ને અન્ય દેવોની સેવાપૂજા કરવા માટે તેમની પાછળ ગયા છે, તે દુષ્ટ લોકો આ નકામા થઈ ગયેલા કમરબંધ જેવા થશે.


તે સમયે તેઓ યરુશાલેમને યહોવાનું રાજ્યાસન કહેશે. અને સર્વ પ્રજાઓ ત્યાં, એટલે યરુશાલેમમાં, યહોવાના નામને લીધે ભેગી થશે; અને પોતાના પાપી હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહિ.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


તારો જે હિબ્રુ ભાઈ તેં વેચાતો લીધો છે અને જેણે છ વરસ તારી સેવા કરી છે, તેને તારે છોડી દેવો, એવાને તમારે સાત વરસને અંતે છોડી દેવો. પણ તમારા પૂર્વજોએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ.


મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને એટલે મારા પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા, ને કહ્યું કે, તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, ને તમારી કરણીઓ સુધારો, ને અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેઓની ઉપાસના ન કરો, તો જે દેશ મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તમે વસશો, પણ તમે કાન ધર્યો નહિ, ને મારું સાંભળ્યું નહિ.


તેથી યહોવા, સૈન્યોના ઈશ્વર તથા ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જુઓ, જે વિપત્તિ હું તેઓ ઉપર લાવવા બોલ્યો છું તે સર્વ [વિપત્તિ] હું યહૂદિયા પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર લાવીશ. કારણ કે મેં તેઓને કહ્યું, પણ તેઓએ સાંભળ્યું નહિ. મેં તેઓને બોલાવ્યા, પણ તેઓએ ઉત્તર આપ્યો નહિ.”


પણ યર્મિયાએ કહ્યું, “તેઓ તમને [તેઓના હાથમાં] સોંપશે નહિ. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે, ને તમારો જીવ બચી જશે.


“જે વચન તેં યહોવાને નામે અમને કહ્યું છે, તે વિષે અમે તારું માનીશું નહિ.


પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.


પણ તેઓએ સાંભળ્યું નહિ, ને પોતાના દુષ્ટ માર્ગથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.


યહોવા કહે છે, હમણાં તમે એ સર્વ કામો કર્યાં છે, ને હું પ્રાત:કાળે ઊઠીને તમને કહેતો હતો, પણ તમે સાંભળ્યું નહિ:મેં તમને બોલાવ્યા, પણ તમે ઉત્તર આપ્યો નહિ.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હઠયા, પણ આગળ ગયા નહિ.


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.


પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, ને મારું [વચન] સાંભળવા ચાહ્યું નહિ.તેઓ દરેકે પોતની ર્દષ્ટિને પ્રિય, પણ ધિક્કારપાત્ર વસ્તુઓને ફેંકી દીધી નહિ.તેમ જ તેઓએ મિસરની મૂર્તિઓનો પણ ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં કહ્યું કે, હું મારો ક્રોધ તેમના પર રેડીને મિસર દેશમાં તેમના પર મારો રોષ પૂરો કરીશ.


તમારા પૂર્વજો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા હતા કે, ‘સૈન્યોના [ઇશ્વર] યહોવા એમ કહે છે કે, તમે હવે તમારા કુમાર્ગોથી તથા તમારાં કુકર્મોથી ફરો, ’ પણ તેઓએ સાંભળ્યું નહિ, ને મારા તરફ લક્ષ પણ આપ્યું નહિ, તેઓના જેવા તમે ન થાઓ, એમ યહોવા કહે છે.


પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.


Follow us:

Advertisements


Advertisements