યર્મિયા 11:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ; See the chapterપવિત્ર બાઇબલ C.L.4 જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જે દિવસે હું તમારા પિતૃઓને મિસરમાંથી લોખંડની ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “મારું વચન સાંભળો અને જે વાત વિષે હું આજ્ઞા આપું છું તે સર્વનું પાલન કરશો તો તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.” See the chapterપવિત્ર બાઈબલ4 જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો. See the chapter |