Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 11:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહૂદિયાનાં નગરોના તથા યરુશાલેમના રહેવાસીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેમને હાંક મારશે; પણ તેઓ તેઓની વિપત્તિની વેળાએ તેમને જરા પણ બચાવશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાર પછી યહૂદિયાના લોકો અને યરુશાલેમવાસીઓ જેમની આગળ તેઓ ધૂપ બાળતા હતા તે દેવો પાસે જઈને પોકાર કરશે, પરંતુ તેમની આપત્તિને સમયે એ દેવો તેમને જરાય મદદ કરી શકશે નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહૂદિયાનાં નગરોના અને યરુશાલેમના વતનીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેઓને મદદ માટે હાંક મારશે. પણ તેઓ તેમની વિપત્તિ વેળાએ તેઓને જરા પણ બચાવશે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12 એટલે યહૂદિયાના ગામોના અને યરૂશાલેમના વતનીઓ જઇને જે મૂર્તિઓને તેઓ ધૂપ બાળે છે તેમને મદદ માટે ઘા નાખશે, પણ આફતને વખતે તે દેવો તેમને કોઇ પણ રસ્તે ઉગારવાના નથી.

See the chapter Copy




યર્મિયા 11:12
10 Cross References  

તેના સંકટના સમયે તેણે, એટલે એ જ આહાઝ રાજાએ યહોવા ની આજ્ઞા નું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું.


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.


મારા લોકો મને વીસરી ગયા છે, જે નિરર્થક છે તેની આગળ તેઓએ ધૂપ બાળ્યો છે. તેઓએ તેઓના માર્ગોમાં, [તેઓની] પ્રાચીન વાટોમાં, તેઓને ઠોકર ખવાડી છે, જેથી તેઓ પગદંડીઓમાં, એટલે જે માર્ગ બાંધેલો નથી તેમાં ચાલે.


“પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”


જ્યાં તમે રહેવા ગયા છો, તે મિસર દેશમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળીને તમે તમારા હાથની કૃતિથી મને રોષ ચઢાવો છો; એથી તમને કાપી નાખવામાં આવશે, અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.


અને તે કહેશે કે, ‘તેઓના દેવો, એટલે જે ખડક પર તેઓ ભરોડો રાખતા હતા;


જેઓએ તેઓના યજ્ઞની ચરબી ખાધી, [અને] તેઓનાં પેયાર્પણનો દ્રાક્ષારસ પીધો તેઓ ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!


જે દેવોને તમે પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પોકાર કરો. તેઓ ભલે તમારા દુ:ખની વેળાએ તમને બચાવે.”


Follow us:

Advertisements


Advertisements