Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 10:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તાર્શીશમાંથી રૂપાનાં પતરાં લાવે છે, તથા ઉફાઝમાંથી સોનું લાવે છે! કારીગર તથા સોની તે પર કામ કરે છે. તેઓનાં વસ્ત્ર નીલરંગી તથા જાંબુડિયાં છે. તે બધું નિપુણ માણસોનું કામ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 લોકો તાર્શીશથી ચાંદી અને ઉફાઝથી સોનું લાવે છે, કારીગર મૂર્તિઓને ઘડે છે, અને સોની તેમને મઢે છે, તેમને જાંબલી તથા રાતાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે; એ બધી મૂર્તિઓ તો કારીગરોએ બનાવેલી છે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ તાર્શીશમાંથી રૂપાનાં પતરાં લાવે છે. અને ઉફાઝમાંથી સોનું લાવે છે. કારીગર તથા સોની તે પર કામ કરે છે. તેઓના વસ્ત્ર નીલરંગી તથા જાંબુડિયાં છે. તે સઘળું નિપુણ માણસોનું કામ છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

9 તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને એને શણગારે છે અને જાંબુડિયાં અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે. એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.

See the chapter Copy




યર્મિયા 10:9
12 Cross References  

કેમ કે રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એક વાર તાર્શીશનો કાફલો સોનું, રુપું, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો.


કેમ કે રાજાના વહાણો હિરામના નવિકોની સાથે તાર્શીશ જતાં; દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનુરૂપું, હાથીદાંત, વાંદરાં તથા મોર લઈને આવતાં.


તેઓની મૂર્તિઓ તો સોનારૂપાની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.


તાર્શીશના તથા દરિયાકિનારાના રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સેબાના રાજાઓ નજરાણાં કરશે.


[સમુદ્ર] ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો.


મૂર્તિને તો કારીગર ઢાળે છે, ને સોની તેને સોનાથી મઢે છે, ને [તેને માટે] રૂપાની સાંકળીઓ ઘડે છે.


સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે તાર્શીશ તારી સાથે વેપાર કરતો હતો. તેઓ તારા માલને સાટે રૂપું, લોઢું કલાઈ તથા સીસું આપતા.


તારો સઢ મિસરના ભરત ભરેલા શણનો હતો, તે તારી નિશાનની ગરજ સારતો. તારી છત અલિશાહના બેટોમાંથી [લાવવામાં આવેલા] નીલ તથા જાંબુડિયા [કપડા] ની હતી.


મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ [ઊભો હતો] , તેની કમર ઉફાઝના ચોખ્ખા સોના [ના કમરબંધ] થી બાંધેલી હતી.


કેમ કે એ પણ ઇઝરાયલથી [થયું] છે; કારીગરે તે બનાવ્યું, તે ઈશ્વર નથી; હા, સમરુનના વાછરડાના ટુકડેટુકડા કરવામાં આવશે.


પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.


જે જન લાકડાને કહે છે, ‘જાગ’; તથા મૂંગા પથ્થરને [કહે છે] ‘ઊઠ’ તેને અફસોસ! એ શું શીખવી શકે? જુઓ તે તો સોનારૂપાથી મઢેલું છે, ને તેની અંદર શ્વાસ બિલકુલ નથી.


Follow us:

Advertisements


Advertisements